રામનાથપરામાં પૂર્વ પત્ની સાથે માથાકૂટ થતાં યુવકનો આપઘાત
શહેરના રામનાથપરા શેરી નં ૧૧ માં રહેતા ફરીમુલ મિદ્દા ( ઉં.વ. 26) નામના યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ફરીમુલના લગ્ન દોઢેક વર્ષ પૂર્વે થયા હતા.લગ્ન બાદ કોઈ કારણોસર દંપતીએ છૂટાછેડા લઈ લીધા હતા અને હાલમાં યુવકની અન્ય યુવતી સાથે લગ્નની વાત ચાલી રહી હતી.તેની જાણ પૂર્વ પત્નીને થતાં તેણીએ ફોન કર્યો હતો.અને બંને વચ્ચે તે મુદ્દે માથાકૂટ થતાં યુવાને આ પગલું ભર્યું હોવાનું તેના મિત્રોએ જણાવ્યું હતું.બનાવની પોલીસે નોંધ કરી વધુ કાર્યવાહી કરી છે.