રાજકોટ : ઝનાના હોસ્પિટલના પાર્કિંગમાં અને તબીબી અધિક્ષકની ઓફિસ પાછળ ભંગાર વાડો
રાજકોટમાં ઝનાના હોસ્પિટલ અને પીડીયુ સિવિલ હોસ્પિટલ જ જાણે રોગચાળા માટેના ઉપદ્રવનું કેન્દ્ર હોય તેમ ગંદકી વાડો અને મેડિકલના વેસ્ટનો ભંગાર વાડો જોવાં મળ્યો છે.
તસવીરમાં તમે જોઈ શકો છો કે,ઝનાના હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં દવાના બોક્ષના અને કેનના ઢગલાઓ કરી દેવામાં આવ્યા છે.ઉપરાંત પીડીયુ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષકની ઓફિસ પાસેની જગ્યામાં પણ તેજ દ્રશ્ય જોવા મળે છે.
હોસ્પિટલના સ્ટાફ પાસે સાફ-સફાઇ કરવાનો જાણે સમય જ ના હોય તેવું માલૂમ પડી રહ્યું છે. જેથી લોકો હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવે તો અન્ય બીમારીના શિકાર બની જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.