સોની બજારમાં પોલીસનું ચેકિંગ: મોટાભાગની આંગડિયા પેઢીઓ શટર પાડવાની તૈયારીમાં
આચારસંહિતા અમલી બનતા જ મોટી રોકડ રકમની અને કિંમતી ચીજવસ્તુઓની હેરફેર પર બ્રેક
.સોની બજારમાં દરરોજ 30 થી 40 કરોડના આર્થિક વ્યવહારોને થશે અસર
ચૂંટણીના કારણે આચારસંહિતા અમલી બનતા જ મોટી રોકડ રકમની અને કિંમતી ચીજવસ્તુઓની હેરફેર પર બ્રેક લાગી ગઇ છે. ત્યારે રાજકોટમાં પોલીસે સોની બજારમાં ચેકિંગ કર્યું હતું. ચૂંટણી શરૂ થતાંની સાથે જ મોટી રોકડ લેવડ દેવડ ઉપર રોક લગતા તેની સૌથી મોટી અસર રાજકોટના સોની બજાર પર પડશે ત્યારે આંગડિયા પેઢી અને સોની બજારમાં પોલીસે ચેકિંગ કર્યું હતુ. જેના કારણે આગામી દિવસોમાં સોની બજારમાં મોટાભાગની આંગડિયા પેઢીઓએ તેમના શટર પાડી દેવાની તૈયારી કરી લીધી.
આગામી દિવસોમાં ચેકિંગ વધતાં આંગડિયા પેઢીમાં વેકેશન જાહેર કરી સોની બજારમાં આવેલ તમામ આંગડિયા પેઢી આચારસંહિતા અમલી છે ત્યાં સુધી આથિર્ક વ્યવહારો ઉપર બ્રેક લગાવી દેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તો બીજી તરફ આંગડિયા પેઢી બંધ થઇ જતા રાજકોટમાં સોની બજારને મોટી અસર પહોંચશે અને કામકાજ ખોરવાઇ જશે રાજકોટની સોની બજારમાં આશરે 20 જેટલા આંગઢીયા પેઢીમી આશરે 30 થી 40 કરોડના રોજના વ્યવહારો થતાં હોય જે આચારસંહિતા અમલી બનતા ઠપ્પ થઈ જશે અને તેની અસર સોની બજાર ઉપર પડશે. સોની બજારનો વેપારએ આંગડિયા પેઢી પર નભનારો ધંધો છે. બંને એક સિક્કાની બે બાજુ છે.
જોકે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ બંનેને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આચાર સંહિતતાના કારણે આઇટી વિભાગ તથા ચૂંટણી સ્કવોડ દ્વારા નાણાંની હેરાફેરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે એ-ડિવિઝન પોલીસ દ્વારા આજે સોની બજારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટના સોની બજારમાં પોલીસે ચેકિંગ શરૂ કરી દેતા આગામી દિવસોમાં આંગડિયા પેઢીમાં મોટી રોકડની લેવડ દેવડ ઉપર બ્રેક લાગી જશે.
આંગડિયા પેઢીના સંચાલકે જણાવ્યું કે, મોટાભાગના આંગઢીયા દ્વારા સોની બજારમાં વેપારીનોને મેસજે આપી સોમવાર સુધીમાં પાર્સલના મોકલી દેવા સૂચન કર્યું હતું ત્યારબાદ ચેકિંગ વધતાં આંગઢીયા પેઢીના વ્યવહારો ઉપર રોક લાગી જશે અને સોની બજારમાં આવેલ મોટાભાગની આંગડિયા પેઢીઓએ તેમના શટર પાડી દેવાની તૈયારી કરી લીધી છે.