૧૦ મહિનામાં સાંઢિયા પુલના માત્ર પાયા’ જ ભરાયા !
કુલ ૪૦માંથી ૧૭ પીલરમાં સીમેન્ટ ભરવાનું કામ પૂરું: માર્ચ-૨૦૨૬ સુધીમાં બ્રિજ તૈયાર થશે કે કેમ ?
એજન્સીને કામમાં
ઝડપ’ લાવવા કમિશનરનો આદેશ
રાજકોટના વાહન વ્યવહાર માટે ધોરીનસ' ગણાતાં ઐતિહાસિક સાંઢિયા પુલનું કામ ૧૫ માર્ચ-૨૦૨૪થી શરૂ થયાને આજે ૧૦ મહિના વીતી જવા છતાં હજુ સુધી પુલના માત્ર
પાયા’ જ ભરાયા હોવાનું ધ્યાન પર આવતાં બ્રિજનું કામ મેળવનાર કોન્ટ્રાક્ટર એજન્સીને કામમાં `ઝડપ’ લાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા જામનગર રોડ પર બની રહેલા સાંઢિયા પુલની કામગીરી ક્યાં પહોંચી તેનું નિરીક્ષણ કરવા માટે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. બ્રિજના કામની વાત કરવામાં આવે તો કુલ ૪૦ પૈકીના ૧૭ પીલરનું આરસીસી કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે બે પીયર કેપની કામગીરી પણ પૂરી થઈ ચૂકી છે તો ૧૨૦ પૈકી ૪૦ ગડરનું આરસીસી કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું સ્થળ વિઝિટ દરમિયાન ધ્યાન પર આવ્યું હતું.
એકંદરે સમય પ્રમાણે બ્રિજનું કામ ધીમું ચાલી રહ્યું હોવાનું સ્પષ્ટપણે ધ્યાન પર આવ્યું હતું. જો કે આ વર્ષે ભારે વરસાદને કારણે પણ કામ અનેક વખત ખોરંભે ચડ્યું હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. બીજી બાજુ માર્ચ-૨૦૨૬ સુધીમાં બ્રિજને તૈયાર કરવાની સમયમર્યાદા નિર્ધારિત કરાઈ હોય ત્યાં સુધીમાં કામ પૂર્ણ કરવા માટે એજન્સીને મ્યુ.કમિશનરે સ્પષ્ટ તાકિદ કરી હતી.
શાળાના સમારકામની ફાઈલ પર મ્યુ.કમિશનરે સ્થળ પર જ સાઈન કરી
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સાંઢિયા બ્રિજની મુલાકાત લેવા ઉપરાંત ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં આવેલી સૌરાષ્ટ્ર-કચ્છ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાના બિલ્ડિંગ સમારકામ અંગેની ફાઈનલમાં સ્થળ પર જ સહી કરી આપી ઝડપથી કામ શરૂ કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ભોજન સહિતની સગવડ અંગે પણ વાતચીત કરી હતી. આ સિવાય મ્યુ.કમિશનરે કટારિયા ચોકડીએ તૈયાર થનારા બ્રિજ તેમજ સ્માર્ટ સિટી વિસ્તારમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી.