હીરાસર એરપોર્ટને તહેવારો ફળ્યા: 1,42,494 પેસેન્જરની અવર-જવર
ઓક્ટોબર મહિનાના છેલ્લા દસ દિવસમાં સૌથી વધારે પેસેન્જરો નોંધાયા: 600 થી વધુ ફ્લાઈટ ઓપરેટ: 40 જેટલા ચાર્ટર પ્લેન લેન્ડ થયાં
રાજકોટ એરપોર્ટને દિવાળીના તહેવારો ફળ્યા છે. આખા ઓક્ટોબર મહિનામાં જેટલી પેસેન્જરની અવરજવર રહી ન હતી તેના કરતા બમણા પેસેન્જરો છેલ્લા દસ દિવસમાં નોંધાયા છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 1,42,494 પેસેન્જરોએ આવાગમન કર્યું છે.
દિલ્હી,મુંબઈ અને બેંગ્લોરના રૂટ પર સૌથી વધારે પેસેન્જર ની સંખ્યા નોંધાય છે. તાજેતરમાં ફ્લાઇટનું વિન્ટર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યુ હતું. એમાં દિલ્હી અને મુંબઈ માટેની નવી ફ્લાઈટ ઉપરાંત એરલાઇન્સ ની રાજકોટ વડોદરા વાયા અમદાવાદ અને રાજકોટ થી અમદાવાદ વાયા વડોદરા ની ફ્લાઈટ શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. હજુ સુધી એક ફલાઈટ ઓપરેટ થઈ નથી.
એરપોર્ટ ઓથોરિટીના ડેટામાં નોંધાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં 305 ફલાઈટનું આવાગમન થયું હતું જેમાં 44,586 આવ્યા હતા, જ્યારે 40,896 પેસેન્જર જાવક માલ નોંધાયા છે આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં વીસ દિવસમાં 57,017 પેસેન્જરની અવરજવર થાય છે જ્યારે દિવાળીના દસ દિવસ દરમિયાન સૌથી વધારે પેસેન્જર નોંધાયા છે. હજુ ડિસેમ્બર મહિનામાં ગોવા માટેનો ટ્રાફિક વધશે તેમ સૂત્ર જણાવી રહ્યા છે.