રાજકોટના સર્વેશ્વર ચોકમાં થશે બદ્રીનાથની થીમ પર ગણપતિ મહોત્સવ… જુઓ સ્પે. સ્ટોરી…
રાજકોટમાં ગણપતિ મહોત્સવની ધૂમ શરુ થઇ ગઈ છે અને ભાવિકો વિઘ્નહર્તા;ને પૂજી રહ્યા છે ત્યારે તેમના માટે વિશેષ પ્રકારનાં પંડાલ પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં જે પંડાલ બનાવવામાં આવ્યો છે તે આખા રાજકોટનું આકર્ષણ બની ગયો છે.
સર્વેશ્વર ચોકમાં આ વર્ષે પણ દર વર્ષની જેમ રાજકોટની જનતાને નવું નજરાણું આપવા બદ્રીનાથ મંદિરની થીમ પર પંડાલ બનાવવામાં આવ્યો છે.
ગણેશ મહોત્સવ દરમિયાન ટ્રસ્ટ દ્વારા ૧૯ સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર સુધી દરરોજ સવારે મંગળા આરતી અને સાંજે મહા આરતી અને રાત્રે સ્વયમ આરતી થશે આ દસ દિવસ સર્વેશ્વર ચોક શ્રી ગણપતિધામ બની જશે.
અહી સેંકડો ભાવિકો દુંદાળા દેવ ની આરતી અને પૂજન અર્ચનામાં ભાગ લેશે આ મહોત્સવ દરમિયાન વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં 21 સપ્ટેમ્બર ના રોજ અનાથ બાળકો માટે જમણવારનું પણ આયોજન રાખવામાં આવ્યું છે તેમજ 23 સપ્ટેમ્બર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને 24 સપ્ટેમ્બર ના રોજ વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી અને જમણવારનું પણ આયોજન કરવામાં આવશે આ સિવાય 26 સપ્ટેમ્બર ના રોજ અન્નકૂટ દર્શનનું આયોજન પણ કરવામાં આવશે
ગત વરસે પોલીસ કમિશનર દ્વારા સર્વેસ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના આયોજિત ગણપતિ પંડાલ ને સ્વચ્છતા અને અનુલક્ષીને રાજકોટ શહેરમાં પ્રથમ ક્રમાંક આપી સન્માન પત્ર તથા મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ તમામ આયોજને સફળ બનાવવા અને ગજાનન મહારાજને આવકારવા માટે સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તથા કાર્યકરો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે
