Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ

Mon, July 20 2026

ટીટીપી, બલૂચ બળવાખોરો અને પીઓકેના આંદોલનથી પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાયું

સુરક્ષા પડકારો વચ્ચે આતંકી સંગઠનોનો ફરી ઉપયોગ કરી રહ્યું હોવાના અહેવાલો

બલૂચિસ્તાનમાં વધતી બળવાખોરી, ખૈબર પખ્તૂનખ્વામાં તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના સતત હુમલા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઉગ્ર વિરોધ પ્રદર્શનોથી પાકિસ્તાન ગંભીર સુરક્ષા સંકટમાં ફસાયું છે.  અહેવાલો અનુસાર આ વધતા દબાણનો સામનો કરવા માટે પાકિસ્તાન ફરી એકવાર આતંકી સંગઠનોનો ઉપયોગ કરવાની જૂની નીતિ અપનાવી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાન અને બલૂચ બળવાખોરોને નાથવા માટે ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન (આઇએસકેએપી) જેવા સંગઠનોને પરોક્ષ ટેકો આપવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે ગત એક વર્ષમાં ટીટીપી દ્વારા હજારો હુમલા કરવામાં આવ્યા છે, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળોના અનેક જવાનો માર્યા ગયા છે. બીજી તરફ બલૂચિસ્તાનમાં બળવાખોરોએ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી) સહિતના મહત્વના પ્રોજેક્ટોને નિશાન બનાવતાં સરકાર પર દબાણ વધ્યું છે.

આ દરમિયાન પીઓકેમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોએ પણ સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે અશાંતિ દરમિયાન થયેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓના મોતની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને તમામ પક્ષોને સંયમ રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો: અમેરિકાનો પ્રચંડ પ્રહાર, ઈરાનના વળતા હુમલા; મધ્યપૂર્વમાં યુદ્ધ બન્યું વધુ વિકરાળ”

નિષ્ણાતોના કહેવા મુજબ પાકિસ્તાન સામે અત્યંત ગભીર પડકારો ઊભા થાય છે.પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ઊભા થયેલા આ સંકટો એ દર્શાવે છે કે સરકાર રાજકીય ઉકેલને બદલે માત્ર કડક સુરક્ષા અભિગમ અપનાવી રહી છે. બલૂચિસ્તાનમાં અલગતાવાદી ચળવળ અને પીઓકેમાં સ્વાયત્તતાની માંગ પાકિસ્તાન માટે વધતો પડકાર બની રહી છે. આ સ્થિતિ એ વાતનો સંકેત છે કે પાકિસ્તાન પોતાની સરહદી વિસ્તારોમાં લોકોની સંમતિ કરતાં બળના આધારે શાસન ચલાવવાની ક્ષમતા ગુમાવી રહ્યું છે.

અવિરત હુમલાઓથી ચીન અકળાયું

બલૂચિસ્તાનમાં ચીનના રોકાણો અને સીપીઈસી સાથે જોડાયેલા પ્રોજેક્ટો પર વારંવાર થતા હુમલાઓથી બેઇજિંગમાં ચિંતા વધી છે. અહેવાલો મુજબ ચીને પોતાના કર્મચારીઓ અને પ્રોજેક્ટોની સુરક્ષા અંગે પાકિસ્તાનના સર્વોચ્ચ સ્તરે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીનના વધતા દબાણ વચ્ચે પાકિસ્તાની સેનાના વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પર સુરક્ષા સ્થિતિ સુધારવાનું ભારે દબાણ સર્જાયો હોવાનું માનવામાં આવે છે.

અનેક મોરચે પડકાર, સામનો કેવી રીતે કરવો તે જ સમજાતું નથી

એક તરફ ખૈબર પખ્તૂનખ્વામાં ટીટીપીના સતત હુમલાઓ અને બીજી તરફ બલૂચિસ્તાનમાં વધતી બળવાખોરીએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાને કસોટી પર મૂકી છે. આ સાથે પીઓકેમાં પ્રજાના વિરોધ પ્રદર્શનોએ રાજકીય સંકટ ઊભું કર્યું છે. તાલિબાન સાથેની વાતચીત સફળ રહી નથી, બલૂચ બળવાખોરો પર કાબૂ મળતો નથી અને પીઓકેમાં અસંતોષ વધતો જાય છે. પરિણામે પાકિસ્તાન સામે એકસાથે આંતરિક સુરક્ષા, રાજકીય અસંતોષ અને આંતરરાષ્ટ્રીય દબાણ જેવા અનેક પડકારો ઊભા થયા છે, જેના અસરકારક ઉકેલ અંગે ઇસ્લામાબાદ મૂંઝવણમાં હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.

Tags:

ActivismInPakistanCounterTerrorismDeceitfulPoliticsFreedomStrugglesGlobalAwarenessHumanRightsViolationsPakistanPolicyPeaceAndJusticePoliticalManipulationPoliticalOppressionSocialJusticeSouthAsiaPoliticsTerrorismInPakistanTerroristOrganizationsUprisingsInPakistan

Share Article

Other Articles

Previous

રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ

Next

અમેરિકાનો પ્રચંડ પ્રહાર, ઈરાનના વળતા હુમલા; મધ્યપૂર્વમાં યુદ્ધ બન્યું વધુ વિકરાળ”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટ કમલમ્‌‍ કાર્યાલયે રાજ્યમાં પ્રથમ મેગા મિલેટ્સ ફાઇનલ યોજાયો
9 કલાક પહેલા
રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
9 કલાક પહેલા
પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ
9 કલાક પહેલા
અમેરિકાનો પ્રચંડ પ્રહાર, ઈરાનના વળતા હુમલા; મધ્યપૂર્વમાં યુદ્ધ બન્યું વધુ વિકરાળ”
9 કલાક પહેલા
Categories

નેશનલ

3283 Posts

Related Posts

આ તે કેવી તીવ્ર બળતરા હશે!: ‘યુકે એ આપેલા 24 હજાર કરોડ ભારત પરત આપે!’
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લા તથા તાલુકા પંચાયતનું નવું રોટેશન જાહેર : અનેકના ગણિત બદલાશે, જાણો તાલુકા-જિલ્લા પંચાયતની કઇ બેઠકો બદલાઇ?
ગુજરાત
8 મહિના પહેલા
`કાળા હિરણ’ ફિલ્મ વિવાદમાં નવો વળાંક
Entertainment
1 મહિના પહેલા
સેલવાસ પાસે કાર ગોથુ ખાઈ ગઈ : સુરતના ચાર પર્યટકોનાં મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર