રાજકોટ કમલમ્ કાર્યાલયે રાજ્યમાં પ્રથમ મેગા મિલેટ્સ ફાઇનલ યોજાયો
વિવિધ વોર્ડમાં `ઓટલાથી રસોડા સુધી’ કાર્યક્રમને રાજ્યમાં પ્રથમ સ્થાન મળ્યું
રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરના તમામ વોર્ડમાં રસોડાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ રસોડા બેઠકોમાં બહેનોએ ઓછા તેલ અને ઓછા ઈંધણનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને નવીન વાનગીઓ તૈયાર કરી હતી. આ સમગ્ર અભિયાનના અનુસંધાને રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા ભવ્ય મેગા વાનગી સ્પર્ધાનું આયોજન રાજકોટ શહેર કમલમ કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિવિધ વોર્ડમાંથી પસંદ થયેલી વિજેતા બહેનોએ પોતાની અવનવી, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા.
આ પણ વાંચો: રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
આ પ્રસંગે ૭૦થી વધુ બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામો અર્પણ કરીને તા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ લેવલે યોજાયેલ તેમજ આ મેગા મીલેટસ ફાઈનલના તમામ વિજેતાઓને રાજકોટ શહેર ભાજપ દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના સૌજન્યથી છત્રીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ હતી. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનો માટે ઉપયોગી એવી કરવામાં આવેલી આ પ્રવૃતિની ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ નોંધ લઇ ખુબ વખાણી હતી અને આગામી સમયમાં આવા જ પ્રેરણાદાયી કાર્યક્રમો સમગ્ર દેશમાં મોટા પાયે યોજાય અને બહેનોમાં વિશેષ જાગૃતિ આવે તે માટે પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે.
