Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હોલ્ટ’માંફોલ્ટ’! સરકાર કહે છે યોજનાઓ પૂરી કરો માંગો એટલા પૈસા આપશું, શાસકો કહે છે, કરકસર કરો !

Fri, June 19 2026

સરકારે ઈંધણ તેમજ બિનજરૂરી ખર્ચમાં કરકસર કરવાનું કહ્યું છે; શાસકોએ એક બાદ એક પ્રોજેક્ટ પડતા મુકવાનું શરૂ કરતા અધિકારીઓ મુંઝાયા

શહેરી વિકાસ વિભાગની વીડિયો કોન્ફરન્સમાં પ્રોજેક્ટ પેન્ડીંગ રાખવા, મોડા પૂરા થવા સહિતના મુદ્દે જવાબ આપવા `ભારે’ પડી જતાં હોવાનો અધિકારીઓનો મત

નિયમ પ્રમાણે વર્ક ઓર્ડર આપ્યા બાદ કામ પેન્ડીંગ રખાય તો વળતર સહિતની માંગણી સાથે એજન્સી કોર્ટમાં જશે તો જવાબ શાસકોએ નહીં, અધિકારીઓએ જ આપવો પડશે તેવી ભીતિ

મધ્ય-પૂર્વ યુદ્ધને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્ય સરકારો તેમજ લોકોને કરકસરના પગલાં ભરવા માટે અપીલ કરી હતી. જો કે વડાપ્રધાનની આ અપીલ બિનજરૂરી ખર્ચ તેમજ ઈંધણ બચત કરવા સંબંધિત હતી પરંતુ મહાપાલિકામાં જાણે કે આ અપીલનું કંઈક ઔર જ અર્થઘટન કરવામાં આવ્યું હોય તે પ્રકારે એક બાદ એક યોજનાઓ `હોલ્ટ’ પર મુકવાનું શરૂ કરી દેવામાં આવતા આવનારા દિવસોમાં આ `હોલ્ટ’ ક્યાંક મોટો `ફોલ્ટ’ ઉભો કરી દેશે તેવો ભય અત્યારે અધિકારીઓમાં પેસી જવા પામ્યો છે. અધિકારીઓના મતે યોજનાઓ પેન્ડીંગ રાખવાને કારણે મહાપાલિકા કે પેન્ડીંગ રાખવાનો હુકમ કરનાર શાસકોને નહીં પરંતુ પ્રજાને જ નુકસાન જવાનું છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર દ્વારા ક્યારેય યોજનાઓ પેન્ડીંગ રાખવા માટે કે લોકોના લાભાર્થે શરૂ કરાયેલી યોજનાઓમાં કરકસર કરવાની વાત કહેવામાં આવી જ નથી. ઉલટાનું સરકારે તો દરેક મહાપાલિકાને યોજનાઓ પૂરી કરવા અને માંગો એટલા પૈસા આપશું તેવી ઢાઢસ બાંધી છે પરંતુ શાસકો જાણે કે વિપરિત દિશામાં જઈ રહ્યા હોય તેમ કરકસરનું વાજું જ વગાડી રહ્યા હોય અધિકારીઓની અત્યારે `જાયે તો જાયે કહાં’ જેવી સ્થિતિ થઈ જવા પામી છે.

આ પણ વાંચો: હોકર્સ ઝોનનો `વારો’ કાઢતી મનપા: 887 કિલો વાસી ખોરાકનો નાશ

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા ઈંધણ તેમજ બિનજરૂરી ખર્ચમાં કાપ મુકવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ શાસકો દ્વારા તો એક બાદ એક પ્રોજેક્ટ જ પડતા મુકવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો હોય કયો પ્રોજેક્ટ યથાવત રાખવો અને કયો પ્રોજેક્ટ પડતો મુકવો તેની પસંદગી કરવી મુશ્કેલ બની ગઈ છે. સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકમાં જ શાસકો દ્વારા અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મંજૂર કરીને 846 કરોડ રૂપિયાની કિંમતના કામને હાલ હોલ્ટ પર મુકી તેમાંથી કરવા જેવા કામ જ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે આ મુદ્દે ભારે ગડમથલની સ્થિતિ સર્જાઈ જવા પામી છે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા સમયાંતરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહાપાલિકાઓમાં કયા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, કયો પ્રોજેક્ટ પૂર્ણ થવા પર છે, કયો પ્રોજેક્ટ અટકી ગયો છે, અટકવા પાછળનું કારણ શું છે તે સહિતના સવાલોનો મારો ચલાવવામાં આવે છે ત્યારે આ બેઠકમાં હાજર અધિકારીઓને જવાબ આપવા `ભારે’ પડી જતા હોય તેઓ શહેરી વિકાસ વિભાગને કંઈ કહી શકે તેમ નથી સાથે સાથે શાસકોને પણ કશું કહેવાની સ્થિતિમાં ન હોય બધું જ સાંભળવું અને સંભાળવું પડી રહ્યું છે.

નિયમ પ્રમાણે કોઈ પણ એજન્સીને વર્ક ઓર્ડર અપાય એટલે પછી કામ ચાલુ કરી દેવાનું હોય છે ત્યારે અચાનક જ યોજના હોલ્ટ પર મુકી દેવાને કારણે વળતર સહિતની માંગ સાથે મામલો કોર્ટમાં જશે ત્યારે જવાબ શાસકોએ નહીં પરંતુ અધિકારીઓએ જ આપવો પડશે તેવો છૂપો રોષ પણ અત્યારે પ્રવર્તી રહ્યો હોય એક વખત શાસકો અને અધિકારીઓએ બેઠક કરીને આ મુદ્દે રસ્તો કાઢવો જરૂરી બની રહેશે અન્યથા વિકાસ ગોટાળે ચડી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

અધિકારીઓએ મને – કમને પેન્ડીંગ મુકવા જેવી યોજનાઓની `યાદી’ તૈયાર કરી: ઠરાવને કારણે અમલ પણ કરવો જ પડશે!

શાસકો દ્વારા ઠરાવ કરી લેવામાં આવતાં હવે અધિકારીઓ દ્વારા 846 કરોડની વિવિધ યોજનાઓમાંથી પેન્ડીંગ રાખવા જેવી યોજના કઈ તેની યાદી મને-કમને તૈયાર કરવી પડી છે. સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ થઈ ગયો હોવાને કારણે અમલ તો કરવો જ પડશે તે નક્કી છે ત્યારે હવે કઈ યોજનાનો એક વર્ષ માટે `ભોગ’ લેવાય છે તે આવનારો સમય બતાવશે.

મહાપાલિકા લોકોને સ્પર્શે તેવી જ યોજના તૈયાર કરે છે, તેમાં `ભાગ’ કેવી રીતે પાડવા ?

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહાપાલિકા દ્વારા દરેક યોજના લોકોને લાભ થાય તે માટે જ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે હવે તેમાંથી કઈ યોજનાની અત્યારે જરૂર નથી તેના `ભાગ’ કેવી રીતે પાડવા ? સૌથી મોટો પ્રશ્ન એ છે કે મહાપાલિકા દ્વારા યોજનાઓ મંજૂર થયા બાદ એજન્સીઓને તેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાથી એજન્સી દ્વારા પ્રોજેક્ટસ માટે જરૂરી મટિરિયલ્સ સહિતની ખરીદી કરી લેવાઈ હોવાથી જો પ્રોજેક્ટ પેન્ડીંગ રખાય તો એટલા સમય માટે તેણે ખરીદેલા મટિરિયલ્સનું શું કરવું સાથે સાથે પૈસાનું ચૂકવણું પણ કરી દેવાયું હોય જ્યાં સુધી યોજના શરૂ ન થાય ત્યાં સુધી છેડા કેવી રીતે ભેગા કરવા આ સહિતના અનેક પ્રશ્નો અત્યારે ચર્ચાઈ રહ્યા છે.

Tags:

AccountabilityBeFrugalBudgetAllocationCitizenInequalityCommunityGrowthCompleteTheSchemesFaultInHaltFinancialAidGovtSupportInvestInRajkotLocalGovernmentMoneyForProjectsPublicServicesRajkotDevelopmentRajkotMunicipalCorporationRulersSaySchemeImplementationSustainableLivingUrbanDevelopment

Share Article

Other Articles

Previous

PDM ફાટકે ફાઈલમાં `કેદ’ અન્ડરબ્રિજ બહાર નીકળ્યો: 46 મિલકતો કપાત થશે

Next

હોકર્સ ઝોનનો `વારો’ કાઢતી મનપા: 887 કિલો વાસી ખોરાકનો નાશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાવાગઢમાં પથ્થર ખાબકતા 2 યાત્રિકોના મોત: અનેક ઘાયલ
48 મિનિટutes પહેલા
રાજકોટ ઝૂમાં સિંહણએ ત્રણ શાવકને આપ્યો જન્મ
1 કલાક પહેલા
RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ
1 કલાક પહેલા
સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક અંગે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાએ શું કહ્યું, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
કાશ્મીરમાં ઠંડી કેવી પડી રહી છે ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આતંકીઓ નહીં સુધરે! લોંચ પેડ પર પાછા ફરી રહ્યા છે, ઘુસણખોરીના પ્રયાસના ઈનપુટથી સેના સતર્ક
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્રીય કેબિનેટે કેવા મહત્વના નિર્ણયો લીધા ? ક્યાં શું બનશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર