ટ્રાફિકનો દંડ નહિ ભરનાર વાહન ચાલકોને 9 ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા ફરમાન
રાજકોટમાં ટ્રાફિક પોલીસે બાકી રહેતી રૂ.6.78 કરોડની દંડની રકમ વસૂલવા દંડો પછાડ્યો
ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને વર્ષ 2022 દરમ્યાનના ઇસ્યુ કરાયેલા ઇ-મેમો નહિ ભરનાર 88109 કેસ આગામી તા. 9 ડિસેમ્બરના રોજ રાજકોટની લોકઅદાલત મૂકવામાં આવશે ટ્રાફિક પોલીસ દ્વારા બાકી રહેતી દંડની રકમ ભરવા વાહન ચાલકોને તાકીદ કરી છે.
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરેલી યાદી મુજબ વર્ષ 2022 દરમ્યાન કુલ 1,15,213 ઇ-ટ્રાફિક ચલણ ઇસ્યુ કરાયા હતા.જેમાં દંડની રકમ રૂ. 8.51 કરોડની વસૂલાત બાકી હોય જે પૈકી 27,104 ઇ-ચલણની રૂ.1.72 કરોડ જેટલી રકમ વાહન ચાલકો દ્વારા ભરપાઇ થઇ જતા બાકીના 88,109 ઇ-ચલણનો દંડ રૂ.6.78 કરોડ જેટલો બાકી હોય જે રકમ વસૂલવા હવે ટ્રાફિક પોલીસ દ્વારા બાકી રહેતી દંડની રકમ વસૂલવા દંડ નહિ ભરનાર વાહન ચાલકો સામેના આ કેસો લોકઅદાલતમાં મુકાયા છે.
આગામી તા. 8 ડિસેમ્બર સુધીમાં જે જે ઇ-ચલણનો દંડ ભરવાનો બાકી હોય તે વાહન ચાલક ઓનલાઇન અથવા ટ્રાફિક પોલીસની કચેરીએ આવીને રૂબરૂ ભરી શકે છે ઉપરાંત ઓનલાઇન પણ ભરી શકે છે. રકમ નહિ ભરનાર વાહન ચાલકોના કેસ તા.9/12 ના રોજ લોકઅદાલતમાં મુકમવામાં આવશે. અને આ વાહન ચાલકો સામે કોર્ટ કાર્યવાહી થશે.