Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા `આંધળા’ ખર્ચની તપાસ કરવા કમિટીની રચના

Tue, June 30 2026

જવાબદાર સામે પગલાં, રેઈટ કોન્ટ્રાક્ટની થશે સમીક્ષા: મેયર

નિયમ વિરુદ્ધ પૈસા ચૂકવાયા હશે તો પરત લેશું: મ્યુ.કમિશનર

તપાસ પારદર્શી થાય તે માટે ડિમોલિશનના ઈન્ચાર્જને કમિટીમાં સ્થાન નહીં

બાકી બિલના ચૂકવણામાં `ગોલમાલ’ જણાશે તો તાત્કાલિક પેમેન્ટ અટકાવી દેવાશે: પ્રજાના પૈસા વેડફાવા નહીં દેવાય તેની બાહેંધરી આપતા અધિકારીઓ-પદાધિકારીઓ

રાજકોટના ઐતિહાસિક કહી શકાય તેવા જંગલેશ્વર ડિમોલિશનમાં કરવામાં આવેલા બેફામ ખર્ચના પડઘા રાજકોટથી લઈ ગાંધીનગર સુધી પડ્યા છે ત્યારે દિવસેને દિવસે આ વિવાદ વકરતો જતો હોય આખરે મેયર ડૉ.નેહલ શુક્લએ એક્શનમાં આવી સોમવારે ઉઘડતી કચેરીએ જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને આ ખર્ચની ઝીણવટભરી તપાસ કરવા માટે પત્ર લખતાં જ કલાકોમાં જ તપાસ સમિતિની રચના કરી દેવામાં આવી હતી ડિમોલિશન દરમિયાન થયેલા ચૂકવણા અને બાકી બિલ સહિતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે મેયર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે જો અધિકારીઓ દ્વારા ખોટું કરવામાં આવ્યું હશે તો પગલાં લેતાં અચકાશું નહીં સાથે સાથે વર્ષોથી રેઈટ કોન્ટ્રાક્ટ આપી એજન્સીને મોઢે માંગ્યા પૈસા આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે તેને અટકાવવા માટે તમામ રેઈટ કોન્ટ્રાક્ટની સમીક્ષા કરવામાં આવશે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી બાહેંધરી અપાઈ કે નિયમ વિરુદ્ધ જઈને વધુ પૈસા ચૂકવાયા હશે પરત લેવામાં આવશે.

આ પણ વાંચો: CBSE માં ધો.7 થી 9 માં બે વિદેશી ભાષાઓ રાખવાનો વિકલ્પ યથાવત

મેયરના આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને ખર્ચની તપાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા તટસ્થ અને પારદર્શી તપાસ થાય તે માટે કમિટીમાં ડિમોલિશનના ઈન્ચાર્જ રહેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું ન્હોતું. આ કમિટી દ્વારા બને એટલી ઝડપથી તપાસ રિપોર્ટ તૈયાર કરી મેયરને સુપ્રત કરવામાં આવશે. રિપોર્ટના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે બાકી બિલના ચૂકવણામાં ગોલમાલ થયાનું જાણવા મળશે તો પેમેન્ટ અટકાવી દેવામાં આવશે. એકંદરે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા એવી બાહેંધરી આપવામાં આવી હતી કે પ્રજાના પૈસા વેડફાવા દેવાશે નહીં.

અત્યાર સુધી એક પણ કમિટીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું નથી !

રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ત્યારે પણ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જો કે એ સમયે જવાબદારો સામે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા હોય સસ્પેન્ડ કરવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો ત્યારે સમિતિ દ્વારા બીજી વખત આવું ન બને તે દિશામાં કોઈ સચોટ કાર્યવાહી અને આ દૂર્ઘટના પાછળ આખરે જવાબદાર કોણ તેની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું ન્હોતું અને કમિટીની રચના થયા બાદ તે ક્યારે વિખેરાઈ ગઈ તેનો પણ કોઈને ખ્યાલ આવ્યો ન્હોતો કે ન તો રિપોર્ટ જોવા મળ્યો. આ જ પ્રમાણે ઈન્દીરા સર્કલ પાસે સિટી બસ હેઠળ ચાર લોકો કચડાઈ ગયા બાદ જ આ જ પ્રકારે કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારે આ કમિટીએ પણ કશું ઉકાળી લીધું ન્હોતું ત્યારે હવે જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ કરવા માટે કમિટી રચવામાં આવી છે ત્યારે તેનું પણ પાછલી કમિટી જેવું જ વર્તન રહેશે કે પછી ખરેખર તપાસ કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે.

Tags:

BlindExpenditureCitizenEngagementCityPlanningCommunityConcernsEnvironmentalImpactFinancialScrutinyGovernmentOversightInfrastructureIssuesInvestigationCommitteeJangleswarDemolitionLocalNewsPublicAccountabilityTransparencyInGovernmentUrbanDevelopmentUrbanRenewal

Share Article

Other Articles

Previous

નશાખોર શખ્સનો આતંક, પૈસા ન આપતા કારમાં તોડફોડ કરી યુવાનના પેટમાં છરી ઝીંકી

Next

CBSE માં ધો.7 થી 9 માં બે વિદેશી ભાષાઓ રાખવાનો વિકલ્પ યથાવત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અદાણી પોર્ટ્સની સ્વિસ જાયન્ટ MSC સાથે 11,600 કરોડની મેગા ડીલ
10 કલાક પહેલા
શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?
13 કલાક પહેલા
તાવમાં સપડાયેલા ૫ વર્ષના માસૂમને આંચકી આવી સારવાર મળે તે પૂર્વે જ દમ તોડ્યો
13 કલાક પહેલા
રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધ પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી
13 કલાક પહેલા
Categories

નેશનલ

3179 Posts

Related Posts

રાજકોટમાં યુવા ભાજપ વોર્ડ પ્રમુખ દારૂના ગુનામાં ઝડપાયા : મોનીલ શાહ સહિત ત્રણ શખસોની પોલીસે કરી અટકાયત
ક્રાઇમ
12 મહિના પહેલા
લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં થયેલા સર્વેમાં હજુ પણ 59 ટકા લોકો કોને પસંદ કરે છે વાંચો
Breaking
3 વર્ષ પહેલા
ગીર જંગલનું રક્ષણ કરતી જાંબાઝ સાવજકન્યા
રાજકોટ
3 વર્ષ પહેલા
અરરર…પિતા-પુત્રએ દૂધ ન આપતી ૧૦૮ ગાયની કરી નાખી કતલ !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર