રાજકોટમાં 11 વર્ષની બાળકી ઉપર 16 વર્ષના સગીરનું દુષ્કર્મ
ભોગ બનનાર બાળકીને 3 માસનો ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો
રાજકોટમાં વધુ એક ચકચાર મચાવતી ઘટના બની છે જેમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે. બાળકીની પ્રાથમિક પુછપરછ કરતા તેના નજીકના વિસ્તારમાં રહેતા 16 વર્ષના સગીરે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરપ્રાંતીય પરિવારની ધોરણ પાંચમાં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકીને પેટમાં દુખાવો પડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં 11 વર્ષની બાળકીને ચાર માસનો ગર્ભ હોવાનું તબીબે જાહેર કરતા આજીડેમ પોલીસને જાણ કરવામા આવી હતી પ્રથમિક પૂછપરછમાં દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીએ જણાવ્યું કે તેના ઘર નજીકના વિસ્તારમાં રહેતા 16 વર્ષના સગીરે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ભોગ બનનાર સગીરનો પરિવાર મૂળ બિહારનો વતની છે સગીરા એક ભાઈ બે બહેનમાં મોટી છે. ભોગ બનનાર સગીરાને અગાઉ ખાનગી ડોક્ટર પાસેથી લઈ જવામાં આવી હતી અને તબીબે ગર્ભપાતની દવા લીધી હતી અને બાદમાં તેણીને દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર 16 વર્ષના સગીર સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરવામાં આવી છે.