ગોંડલના ગૂંદાસરાનો ગ્રામ સેવક 180 રૂપિયાની લાંચમાં ઝડપાયો
ખેડૂતોને 7/12 ને 8-અની નકલ માટે સરકારે નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ પડાવતો*તો
ગોંડલના ગૂંદાસરા ગ્રામ પંચાયતના ગ્રામ સેવકને રાજકોટ ગ્રામ્ય એસીબીની ટીમે રૂ.180 ની કટકી કરતાં રંગેહાથ પકડી લીધો હતો. ગ્રામ સેવક સુજય ધીરજલાલ ઠુંમર ખેડૂતો પાસેથી જમીનના 7/12 અને 8-અ ની નકલના સરકારે નિયત કરેલી ફી કરતા ડબલ ઉઘરાણા કરતો હોવાની ફરિયાદ બાદ રાજકોટ એસીબીએ છટકુ ગોઠવી વીસીઇને 36 નકલના રૂ. 180ના બદલામાં રૂ. 360 સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ખેડૂતોને 7/12 ને 8-અની નકલ કાઢવા માટે સરકારે નિયત કરેલી ફી મુજબ એક નકલના રૂ.5 નક્કી કરાયેલા છે.ત્યારે ગોંડલમાં ગુંદાસરા ગ્રામ પંચાયત કચેરીમાં વીસીઇ તરીકે નોકરી કરતો સુજય ધીરજલાલ ઠુંમર (ઉ.29) જે ખેડૂતો પાસેથી નકલ કાઢવાના વધુ ચાર્જ વસુલતો હોય જેથી ફરિયાદીને 7/12 ને 8-અ ની નકલ કાઢવાના રૂ.180ના બદલે રૂ.360નો ચાર્જ ભરવા જણાવ્યું હોય જે ફરિયાદીને ભરવા ન હોય જેથી તેઓએ તુરંત રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસીબીના પીઆઇ આર.આર.સોલંકી અને તેમની ટીમના સભ્યોએ વીસીઇએ સુજયની ધરપકડ કરી હતી. ગ્રામ સેવક (વી.સી.ઇ) ગામ ના ખેડુતોને પોતાના ગામ નમુના નં.7/12 તથા 8-અ કાઢી આપવાના સરકારના ઠરાવ મુજબ રૂ.5 ના બદલે રૂ.10 થી રૂ.20 વધુ ચાર્જ વસુલતો હતો.