દેશમાં અલ નીનો અને તેની અસર વિષે શું અહેવાલ બહાર આવ્યો? વાંચો
દેશમાં અલ નીનો મોંઘવારી વધારી, ઉત્પાદકતા ઘટાડી શકે છે
દાળના ઉત્પાદનમાં મોટા ઘટાડાનો ભય; બીઓબીના રિસર્ચમાં ચિંતાજનક હકીકતો; વરસાદ ખોરવાશે તો ફુગાવો ભારે પડી શકે છે
દેશમાં અલ નીનો ચિંતા વધારશે અને મોંઘવારીથી લઈને જરૂરી ચીજોના ઉત્પાદનમાં પણ ભારે અવરોધ આવી શકે છે. BOBના રિસર્ચ થકી ઇંધણના ઊંચા ભાવ અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ, ખાસ કરીને અલ નિનો, ખાદ્યપદાર્થોના ભાવને અસર દેખાય છે. તેના કારણે ફુગાવાનું જોખમ વધી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ખાદ્યપદાર્થોના ફુગાવાના કિસ્સામાં, ઇંધણના ઊંચા ભાવ અને માલભાડા (નૂર) ના ખર્ચમાં સંભવિત વધારાને કારણે નજીકના ભવિષ્યમાં ફુગાવો વધી શકે છે.
એક નવા અહેવાલ મુજબ, જૂન અને ઓગસ્ટ વચ્ચે અલ નીનો થવાની ૮૦ ટકા શક્યતા છે, અને ૯૦ ટકા શક્યતા છે કે તે ઓછામાં ઓછા નવેમ્બર સુધી ચાલુ રહેશે. જોકે, દેશના જળાશયોમાં પાણીનું સ્તર સામાન્ય સંગ્રહ કરતા વધારે છે.
સંભવિત નબળા ચોમાસા અને અલ નીનોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રાલયે શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી છે. અધિકારીઓનો અંદાજ છે કે 2026-27માં કઠોળ અને તેલીબિયાં, ખાસ કરીને ઘઉં અને સોયાબીનના ઉત્પાદનમાં વર્ષ-દર-વર્ષ તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે. અને લીધે ભાવમાં પણ વધારાનો ભય દેખાય છે.
આ પણ વાંચો: અયોધ્યામાં રામજન્મભૂમિ ડોનેશન ચોરી મામલામાં શું થયું ? જુઓ
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે અમારું માનવું છે કે મુખ્ય ફુગાવાના દરમાં વધારો થવાનું જોખમ વધશે કારણ કે માંગ સ્થિર રહે છે, પરંતુ કંપનીઓ ઇનપુટ ખર્ચમાં વધારાના બોજનો થોડો ભાગ ગ્રાહકો પર નાખી શકે છે. આગામી દિવસોમાં, ખાદ્યપદાર્થોના ઊંચા ભાવ સાથે સંકળાયેલ જોખમ પણ વધવાની શક્યતા છે.
જીવનજરૂરી ચીજોના ભાવ અને સપ્લાય અવરોધ સામાન્ય માનવીને નડી શકે છે
આમ સામાન્ય માનવી માટે અને દેશના નબળા વર્ગના લોકો માટે આવનારા દિવસો પડકારજનક રહી શકે છે તેવી ચિંતા પણ અહેવાલમાં વ્યક્ત કરાઇ છે. જો અલ નીનો વધુ આક્રમક બને તો ભારત સહિત અન્ય પાડોશી દેશો માટે પણ તે પડકારજનક બની શકે છે. જીવનજરૂરી ચીજોના ભાવ અને તંગી સામે પણ લોકોએ લડવું પડે તેવો ભય દેખાય છે. ભાવ વધારો થઈ શકે છે અને તીવ્ર પણ બની શકે છે.
