Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

આફત સામે શાસન દ્વારા સલામતી એટલે 247 કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર

Fri, July 31 2026

રાજ્યકક્ષાએ ૫૧૯૦૦ અને ૧૦૭૦ જ્યારે જિલ્લા કક્ષાએ ૧૦૭૭ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર કાર્યરત

ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી દરેક કટોકટીમાં અત્યાધુનિક ટેક્નોલોજી અને રિયલ-ટાઇમ સંકલન દ્વારા રાજ્યભરમાં ત્વરિત રાહત-બચાવ કામગીરીનું કેન્દ્રબિંદુ

આપત્તિ ક્યારેય આગોતરી સૂચના આપતી નથી. પરંતુ જ્યારે પ્રકૃતિનો પ્રકોપ કે કોઈ અણધારી કટોકટી ગુજરાતના દરવાજે ટકોરા મારે છે, ત્યારે રાજ્યનું એક એવું તંત્ર તરત જ સક્રિય થઈ જાય છે. આ તંત્ર ગણતરીની મિનિટોમાં સમગ્ર વહીવટી વ્યવસ્થાને એકસાથે કાર્યરત કરીને લાખો નાગરિકોની સુરક્ષા માટે અવિરત કામે લાગી જાય છે. આ અદૃશ્ય પરંતુ અત્યંત સશક્ત સુરક્ષા કવચ છે ગાંધીનગર ખાતે કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)’.

વર્ષ ૨૦૦૧ના કચ્છના વિનાશક ભૂકંપે ગુજરાતને આપત્તિ વ્યવસ્થાપનનું કડવું પરંતુ અમૂલ્ય શિક્ષણ આપ્યું હતું. તે અનુભવોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને ગુજરાત સરકારે વિશ્વસ્તરીય આપત્તિ વ્યવસ્થાપન માળખું વિકસાવ્યું છે. તેનું કેન્દ્રબિંદુ બનેલું SEOC આજે ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સહિતની કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે ‘સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ હબ’ તરીકે ૨૪ કલાક કાર્યરત રહે છે. તે રિયલ-ટાઇમ સંકલન, સમયસર ચેતવણીઓ અને ઝડપી રાહત-બચાવ કામગીરી પાર પાડી રાજ્યનાં દરેક નાગરિકને સુરક્ષા પુરી પાડે છે.

કટોકટીના સમયે સંચાર વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હોય છે. SEOC આ પડકારને પહોંચી વળવા જીસ્વાન હોટલાઈન, સેટેલાઈટ ફોન, લેન્ડલાઈન, ઈ-મેઈલ, વોટ્સએપ અને સોશિયલ મીડિયા ઉપરાંત ચોમાસા દરમિયાન ખાસ ઉપયોગમાં લેવાતા પોલીસ વાયરલેસ સેટ તથા ‘હેમ રેડિયો’ જેવા બહુવિધ પ્રત્યાયન માધ્યમોનો ઉપયોગ કરે છે.

આ સાથે નાગરિકોને સમયસર સતર્ક કરવા માટે “સચેત પોર્ટલ” ની અદ્યતન સુવિધા વિકસાવવામાં આવી છે. જેના દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં માસ એસ.એમ.એસ. (Mass SMS) મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પ્રણાલી મારફતે ૨૮૬.૪ કરોડથી વધુ એસ.એમ.એસ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાતં ૬ કરોડથી વધુ મોબાઈલ એપ યુઝર્સ અને ૫.૩ લાખથી વધુ વેબ બ્રાઉઝર એક્સેસ દ્વારા નાગરિકોને સુરક્ષિત રાખવામાં આ સેન્ચર સફળ રહ્યું છે.

આ પણ વાંચો: નર્મદાના સાગબારામાં 4.65 ઈંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં ધોધમાર

ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન માળખા હેઠળ કાર્યરત આ સેન્ટર કોઇ સાધારણ કંટ્રોલ રૂમ નથી. આ સેન્ટર સમગ્ર રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે અત્યાધુનિક નેટવર્ક દ્વારા સીમલેસ સંકલન સાધવા વિકસાવેલું એક સુવ્યવસ્થિત માળખું છે. હાલમાં રાજ્યના ૩૩ ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOCs), ૫ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ૨૪૮ તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અવિરતપણે કાર્યરત છે. સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (GSWAN) કનેક્ટિવિટી અને સતત ૨૪x૭ મોનિટરિંગના સુગ્રથિત માળખા દ્વારા આપત્તિ પહેલાંની પૂર્વ તૈયારીઓ અને આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવો શક્ય બને છે. આ બધા સેન્ટર રાહત કમિશનરના માર્ગદર્શન અને રાહત નિયામકના સંચાલન હેઠળ સતત કાર્યરત રહે છે.

આપત્તિના સમયે કોઈપણ નાગરિક સીધો સંપર્ક કરીને ત્વરિત મદદ મેળવી શકે તે માટે ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યનો કોઈપણ નાગરિક મુશ્કેલીના સમયે રાજ્યકક્ષાએ ૫૧૯૦૦ / ૧૦૭૦ અને જિલ્લા કક્ષાએ ૧૦૭૭ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને માહિતી આપી સહાય મેળવી શકે છે. ગુજરાત સરકારનું આ સુસજ્જ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દરેક આપત્તિ સામે નાગરિકો માટે એક અડીખમ સુરક્ષા કવચ બનીને ઊભું છે.

આફતની સ્વરૂપ અનુસાર નિષ્ણાત એજન્સીઓ સાથે સંકલન

કોઈપણ આફતના સ્વરૂપ અને તેની ગંભીરતા પ્રમાણે SEOC સંબંધિત વિશિષ્ટ અને તકનીકી નિષ્ણાત એજન્સીઓ સાથે સઘન સંકલન સાધે છે. ભૂકંપ કે સિસ્મિક ગતિવિધિઓ વખતે ‘ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ’ (ISR), પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં ભારત હવામાન વિભાગ (IMD), સિંચાઈ વિભાગ અને ISRO, તેમજ સુનામીની શક્યતાઓ વખતે IMD, INCOIS અને ISR સાથે મળીને રિયલ-ટાઇમ કામગીરી કરવામાં આવે છે.

એનડીઆરએફની 17 ટીમો હંમેશા સુસજ્જ

આ ઉપરાંત દુષ્કાળ અને હીટવેવ માટે કૃષિ વિભાગ, રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાસાયણિક દુર્ઘટનાઓ માટે DISH તથા શ્રમ અને રોજગાર વિભાગ અને આગની ઘટનાઓમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ સાથે સતત સંકલન રાખવામાં આવે છે. સાથોસાથ રાહત-બચાવ કામગીરીને ત્વરિત બનાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ૧૭ ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ૩૨ ટીમ હંમેશા સુસજ્જ રાખવામાં આવે છે. આ ઉપરાંત જરૂરત જણાય તો આર્મી, એરફોર્સ અને નેવીની પણ મદદ લેવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

Next

નર્મદાના સાગબારામાં 4.65 ઈંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં ધોધમાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CNGના ભાવમાં સીધો ₹4 નો વધારો, નવો ભાવ રૂ. 94.02 પ્રતિ કિલો પર પહોંચ્યો
8 મિનિટutes પહેલા
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
17 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
17 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
17 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

પાકિસ્તાન માટે જાસૂસી કરનાર વધુ એક યુટ્યુબર વસીમ અકરમની હરિયાણાથી ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
મહિલાઓની ગરિમા ફરી લજવાઈ !! મહાકુંભમાં સ્નાન કરતી-કપડા બદલતી મહિલાઓના વીડિયો વાયરલ, ટેલિગ્રામમાં તસવીરો વહેંચાઈ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગરીબ રેશનકાર્ડ ધારકોને દિવાળીએ અપાશે શુદ્ધ સીંગતેલ : એડવાન્સમાં સ્ટોક મંગાવી લેવાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
મધ્યપ્રદેશની ધાર ભોજશાળામાં 94 મૂર્તિઓ અને 1700 થી વધુ પુરાવશેષ મળી આવ્યા, સર્વેનો રિપોર્ટ હાઇકોર્ટમાં મુકાયો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર