દેશના આર્થિક વિક્સસ દર અંગે આઈએમએફની શું છે આગાહી? જુઓ
દેશનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેશે; આઈએમએફ
ભારતનો વિકાસ દર અપેક્ષા કરતા વધુ ધીમો પડી ગયો છે અને તેનું મુખ્ય કારણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ઘણી નરમાઈ રહી છે
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળએ જાહેર કરેલા તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતના આર્થિક વિકાસ માટેનો પોતાનો અગાઉનો અંદાજ જાળવી રાખ્યો છે. આઈએમએફએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2026 અને 2027 માં ભારતનો વિકાસ દર 6.5 ટકા રહેશે, જે તેની ક્ષમતા સાથે સુસંગત છે. રિપોર્ટમાં કહ્યું છે કે , ‘ભારતનો વિકાસ દર અપેક્ષા કરતા વધુ ધીમો પડી ગયો છે અને તેનું મુખ્ય કારણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં મંદી છે. નરમી રહી છે . દેશમા અત્યારે ઇન્ડસ્ટ્રી ઘણી નરમ પડેલી દેખાય છે અને તેને કારમને કઝિન્ટા વધી ગઈ છે
અગાઉ, ક્રેડિટ રેટિંગ એજન્સી એસઍન્ડપી ગ્લોબલે 2026 માટે ભારતનો વિકાસ દર 6.9 ટકાથી ઘટાડીને 6.7 ટકા કર્યો હતો. ઉદ્યોગ સંગઠન ફિક્કીએ તેના અંદાજમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026 માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.5 થી 6.9 ટકા રહી શકે છે. તેમણે કહ્યું કે ફુગાવાના દબાણમાં ઘટાડો, મૂડી ખર્ચ પર સતત ભાર અને ગ્રાહક ખર્ચમાં સુધારો આર્થિક વિકાસને વેગ આપશે.
દરમિયાન, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના પ્રથમ આગોતરા અંદાજમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2025 માટે વિકાસ દર ઘટીને 6.4 ટકા થશે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચું સ્તર છે. આ આંકડો ચાલુ નાણાકીય વર્ષના નાણાં મંત્રાલયના 6.5 ટકાના વિકાસ દરના અંદાજ કરતાં પણ ઓછો છે.
નાણા મંત્રાલયે તેના માસિક આર્થિક અહેવાલમાં જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા માટે વિકાસ દરની સ્થિતિ સારી દેખાય છે. આ સમયગાળા દરમિયાન, ગ્રામીણ માંગમાં મજબૂતાઈ જોવા મળી છે અને શહેરી માંગમાં ત્રિમાસિક ગાળાના પ્રથમ બે મહિના દરમિયાન સુધારો જોવા મળ્યો છે.
