આસામમાં કિશોરી સાથે દુષ્કર્મ બાદ હત્યા, લોકોનું તોફાન
હૈલાકાંડી જિલ્લામાં બની ઘટના; ક્રોધિત લોકોએ નેશનલ હાઇ વે જામ કર્યો
આસામના હૈલાકાંડી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા 15 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. નરધમે કિશોરી સાથે અમાનવીય વ્યવહાર કરીને ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખીને તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી. આ ઘટના સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ રસ્તા જામ કરી દીધા હતા. દિલ્હીના નિર્ભયા કાંડ જેવો જ આ બનાવ હતો.
અહેવાલો અનુસાર, ગુનેગારે પરિવારના અન્ય સભ્યોની ગેરહાજરીનો લાભ લઈને આ જઘન્ય ગુનાઓને અંજામ આપ્યો હતો.આ ઘટના બન્યા પછી, ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ અને કડક સજાની માંગણી સાથે રાષ્ટ્રીય હાઇવે 6 ને બ્લોક કરી દીધો હતો.
આ પણ વાંચો : પ્રદૂષણમાં અવ્વલ નંબરે આવતું ભારત!
આ હાઇવે આસામ અને મિઝોરમ વચ્ચેનો એક મહત્વપૂર્ણ સંપર્ક માર્ગ છે. આ નાકાબંધીને કારણે, રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે સેંકડો વાહનો ઘણા કલાકો સુધી અટવાઈ ગયા હતા. લોકોએ તરત જ અપ્રાધિને પકડીને કઠોર શિક્ષા કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિને સંભાળવા અને કેસની તપાસ શરૂ કરવા માટે પોલીસની મોટી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
તાજેતરના અહેવાલો અનુસાર, હૈલાકાંડી પોલીસે આ કેસના સંબંધમાં શંકાના આધારે પાંચ લોકોની અટકાયત કરી હતી. કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયો છે કે કેમ તે બારામાં પોલીસ તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસે એમ કહ્યું હતું કે કિશોરીનો મૃતદેહ એટલો વિકૃત હતો કે ઓળખી શકાય એમ નહતો.
