નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
પીપીપી ધોરણે સુવિધા વધારાશે
દેશના જુદા જુદા હાઈ-વે અને એક્સપ્રેસ વે ઉપર જતી વખતે અચાનક વાહનમાં પંચર પડે કે પછી કોઈ નાના-મોટા રીપેરીંગની જરુરુ પડે તો અત્યારે ઓછી સુવિધા છે અને તેને લીધે વાહનચાલકો ઘણા હેરાન થતા હોય છે પરંતુ હવે આવનારા દિવસોમાં આ હેરાનગતિ ઓછી થઇ જશે કારણ કે હાઈ-વે ઉપર ટૂંક સમયમાં પીપીપીના ધોરણે પંચર અને રીપેરીંગ માટે ગેરેજ ખોલવામાં આવશે. આ જાહેરાત નેશનલ હાઈવે ઓથોરિટીએ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર પેટ્રોલ પંપ ઉપરાંત અધિકૃત પંચર રિપેર અને વાહન રિપેર દુકાનોની અછતને ધ્યાનમાં રાખીને, તેમની સંખ્યા વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો: પાંચ રાષ્ટ્રોના જાસૂસી સમૂહ “ફાઈવ આય”ની ગંભીર ચેતવણી
ઓથોરિટીએ જણાવ્યું હતું કે, તેણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વે પર રસ્તાની બાજુની સુવિધાઓ પર વાહન રિપેર અને પંચર સેવા સુવિધાઓનો વિસ્તાર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ઓથોરિટીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML) ને આપવામાં આવ્યો છે.
તેમની પ્રાદેશિક કચેરીઓની મદદથી, તે રસ્તાની બાજુની સુવિધા લીઝધારકોને શક્ય તેટલી વહેલી તકે પંચર રિપેર અને વાહન રિપેર દુકાનો ખોલવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કરશે. આ સુવિધાઓ હાઇવે પર વાહન ભંગાણ પછી ખોવાયેલો સમય અને અકસ્માતોનું જોખમ ઘટાડશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એવું જોવા મળ્યું છે કે ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર વાહનોની મોટી સંખ્યા છે અને પંચર રિપેર સેવાઓની તીવ્ર અછત છે.
