ખૌફનાક અંદાજમાં રિલીઝ થયું ‘36 ડેઝ’ વેબ સિરિઝનું ટીઝર
હત્યા, દગો, છેતરપિંડી અને બદલો લેવાની ભાવના પર આધારિત છે વેબ સિરીઝ
અપકમિંગ વેબ સિરીઝ ‘36 ડેઝ’નું ખૌફનાક ટીઝર નિર્માતાએ ઓટીટી પ્લેટફોર્મ પર જાહેર કર્યું છે. ‘ઇલ્લીગલ’, ‘શાઈનિંગ વિથ ધ શર્મા’ જેવી વેબ સિરીઝ બાદ એક્ટ્રેસ નેહા શર્મા થોડા દિવસોથી 36 ડેઝને લઈને ચર્ચામાં છે. ટીઝરમાં નેહા શર્માનું પાત્ર રહસ્યથી ભરેલું છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેણીનું પાત્ર વધારે ખૌફનાખ થઈ જાય છે. આ સિરીઝમાં હત્યા, દગા અને બદલો લેવાનો ખેલ છે.
36 ડેઝના ટીઝરમાં નેહા બિકિની પહેરીને સ્વિમિંગ પુલમાં ઊતરતી હોય ત્યારથી થાય છે. બધા જ તેણીને જોતાં હોય છે. આ દરમિયાન તેની મુલાકાત ઋષિકેશ જયકર સાથે થાય છે. જ્યારે આ ટીઝરમાં શારીબ હાશ્મી પણ નજર આવે છે. જેને નેહાની વાઈબઝ અલગ લાગે છે. અહીથી શરૂ થાય છે દગાબાજીનો ખેલ. તેવામાં લોકોને પણ ધીમે-ધીમે અનુભવ થાય છે કે, નેહા જેવી દેખાય છે તેવી નથી. હવે આ વાર્તામાં નેહા કાતિલ છે કે પીડિત. તે આ સિરીઝ રિલીઝ થયા બાદ જાણવા મળશે.
નિર્માતાએ યુટ્યુબ પર ટીઝર રિલીઝ કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, દરેક વાર્તાના ત્રણ ભાગ હોય છે. એક એ, જે તમે વિચારો છો, બીજું એ કે, જે હું વિચારું છુ અને ત્રીજું એ કે, જે સાચું છે. આ વેબ સિરીઝ સોની લિવ પર સ્ટ્રીમ થશે. જો કે નિર્માતાએ હજુ સુધી રિલીઝ ડેટ નથી જણાવી. આ સિરીઝમાં પુરબ કોહલી, શ્રુતિ શેઠ, ચંદન રોય, સહિતના કલાકાર નજરે પડશે.