Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા

Wed, June 24 2026

અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેપાર પર લાગેલા પ્રતિબંધોમાં 60 દિવસની રાહત જાહેર કરતાં વૈશ્વિક ઊર્જા બજારમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે. 21 ઓગસ્ટ સુધી માન્ય આ છૂટછાટ હેઠળ ઈરાનના ઓઇલના ઉત્પાદન, વેચાણ, પરિવહન, વીમા અને બેન્કિંગ સંબંધિત વ્યવહારોને મંજૂરી આપવામાં આવી છે. ઈરાને આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA)ના નિરીક્ષણો સ્વીકારવા અને વ્યાપક રાજદ્વારી ચર્ચામાં ભાગ લેવા સંમતિ આપ્યા બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે.

આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો ભારત જેવા મોટા ઓઇલ આયાતકાર દેશોને થઈ શકે છે. ભારત તેની જરૂરિયાતના આશરે 85 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં થતો દરેક વધારો દેશના આયાત ખર્ચ, ફુગાવો અને ઈંધણના ભાવને અસર કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતે મોટા પાયે ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ખરીદ્યું હતું, જ્યારે સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈ જેવા ગલ્ફ દેશો પણ ભારતના મુખ્ય સપ્લાયર રહ્યા છે.

આ પણ વાંચો: નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,

2018માં અમેરિકી પ્રતિબંધો લાગુ થતાં પહેલાં ઈરાન ભારતના અગ્રણી ઓઇલ સપ્લાયરોમાં સામેલ હતું. સ્પર્ધાત્મક ભાવ, અનુકૂળ ક્રેડિટ શરતો અને ઓછી પરિવહન કિંમતને કારણે ભારતીય રિફાઇનરીઓ ઈરાની ક્રૂડને પસંદ કરતી હતી. હવે અમેરિકાની આ રાહત બાદ ભારત માટે ફરી એકવાર ઈરાની ઓઇલ સપ્લાયનો વિકલ્પ ખુલ્લો થવાની શક્યતા ઉભી થઈ છે.

હોર્મુઝ પરિબળ પણ ભારત માટે સકારાત્મક

જોકે હાલની છૂટછાટ માત્ર 60 દિવસ માટે છે અને સીધી મોટી ખરીદી તરત શરૂ થવાની સંભાવના ઓછી છે, તેમ છતાં બજારમાં વધારાનો પુરવઠો આવવાની આશાએ ક્રૂડ ઓઇલના ભાવમાં દબાણ વધ્યું છે. વધુ પુરવઠો ઉપલબ્ધ થતાં ભારતને સસ્તું ઓઇલ મેળવવાની સાથે અન્ય સપ્લાયરો સામે ભાવતાલ કરવાની વધુ શક્તિ મળી શકે છે. બીજ તરફ હોર્મુઝની જળસંધીમાં તણાવ ઘટવાની સંભાવના પણ ભારત માટે સકારાત્મક માનવામાં આવે છે. ભારતની મોટી માત્રામાં ઓઇલ આયાત આ માર્ગેથી પસાર થાય છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઓછો રહે અને શિપિંગ સુરક્ષા મજબૂત બને તો વૈશ્વિક ઓઇલ પુરવઠો વધુ સ્થિર બની શકે છે. પરિણામે ભારતની આયાત કિંમતમાં રાહત, ફુગાવા પર નિયંત્રણ અને અર્થતંત્રને લાભ મળી શકે છે.

ભારતની ઓઇલ આયાત વર્ષે 100 અબજ ડોલરથી વધુ

ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ આયાતકાર દેશોમાંનો એક છે અને તેની કુલ જરૂરિયાતનો લગભગ 85 ટકા હિસ્સો આયાતથી પૂરો કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં થતો નાનો ફેરફાર પણ ભારતના આયાત બિલ પર અબજો ડોલરની અસર કરે છે. દેશનું વાર્ષિક ક્રૂડ ઓઇલ આયાત બિલ 100 અબજ ડોલરથી વધુ રહે છે. તેથી ઈરાનના ઓઇલને વૈશ્વિક બજારમાં ફરી પ્રવેશ મળવાથી કિંમતોમાં ઘટાડો થાય તો ભારતને આયાત ખર્ચ, ફુગાવો અને વિદેશી મુદ્રા ખર્ચમાં નોંધપાત્ર રાહત મળી શકે છે.

Tags:

AgricultureBananasEconomicImpactEnergyPolicyFoodImportsFoodSecuritygheeGlobalTradeINDIAIndiaUSRelationsInternationalRelationsIranianOilOilBanLiftedTradeNewsUSIranRelations

Share Article

Other Articles

Previous

અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો

Next

નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમેરિકાન નાગરિકતા મેળવાની ફી 75% વધી
13 મિનિટutes પહેલા
અવકાશમાંથી સીધા ધરતી પર, સ્પેસએક્સને ત્રણ દિવસમાં જ 600 અબજ ડોલરનો ઝટકો
1 કલાક પહેલા
અમેરિકાએ ઈરાન ઓઇલ ઉપરથી પ્રતિબંધ હટાવતાં ભારતને ઘી-કેળા
1 કલાક પહેલા
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર ખુલશે પંચર અને વાહન રિપેરની દુકાનો,
1 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

સાત ફેરા વગરના હિંદુ લગ્ન અમાન્ય : સુપ્રીમ કોર્ટ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધામોમાં હિમવર્ષા : 4 ઇંચ સુધી બરફની ચાદર પથરાઈ, દ્રશ્યો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો   
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શરમજનક: એસ.ટી.બસપોર્ટમાં બાળકીઓ પાસેથી યુરિનલ માટે ચાર્જ વસૂલાયો !
રાજકોટ
1 વર્ષ પહેલા
ગૃહમંત્રી અમિત શાહ વિશે વાંધાજનક કોમેન્ટ કરવા અંગેના 2018ના કેસમાં ઉત્તર પ્રદેશની કોર્ટે રાહુલ ગાંધીને 6ઠ્ઠી જાન્યુઆરીએ હાજર થવા પાઠવ્યું સમન્સ
Breaking
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર