ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી
રૂપિયા 4500 કરોડના સંરક્ષણ સોદાથી M777A2 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર ગન પણ ભારતીય સેનાને મળી જશે; ટ્રમ્પે મારી મહોર; દુશ્મનો ધુજશે
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર ગમે તેટલા અમેરિકાની નજીક હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા હકીકતથી અલગ છે. આનું બીજું એક ઉદાહરણ સામે આવ્યું છે. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ભારતના 4500 કરોડ રૂપિયાના સંરક્ષણ સહાય પેકેજને લીલી ઝંડી આપી છે. પાકના નેતાઓ હાથ ઘસતા રહી ગયા છે અને ભારત પોતાનો પ્રભાવ જાળવી શક્યો છે. પાક માટે હવે ફરી નિરાશા જ વધી છે.
આ સહાય પેકેજ અપાચે હેલિકોપ્ટર અને M777 હોવિત્ઝર માટે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે સંરક્ષણ સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે. વર્તમાન સહાય પેકેજ તેનું ઉદાહરણ છે. આમ અમેરિકાએ ભારતની લશ્કરી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે.
આ પણ વાંચો: આવકવેરા 6 સ્થળેથી માહિતી એકત્ર કરે છે
અમેરિકાએ ભારત માટે લગભગ (482.2 મિલિયન ડોલર એટલે કે 4555 કરોડ રૂપિયા) ના સસ્ટેનમેન્ટ સપોર્ટ પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ ભારતીય સશસ્ત્ર દળોના અપાચે એટેક હેલિકોપ્ટર અને M777A2 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર ગનની ઓપરેશનલ ક્ષમતા અને જાળવણી સુધારવા માટે આપવામાં આવી રહ્યું છે.
અમેરિકન ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી, જે ફોરેન મિલિટરી સેલ્સ પ્રોગ્રામનું સંચાલન કરે છે તેણે ફેડરલ રજિસ્ટરમાં આ પ્રસ્તાવિત વેચાણની ઔપચારિક સૂચના જારી કરી છે. તે પહેલાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગયા મહિને યુએસ કોંગ્રેસને આ સંભવિત સંરક્ષણ સોદા વિશે માહિતી આપી હતી.
આમ ભારત માટે વધુ ઘાતક સંરક્ષણ તાકાત અમેરિકા પૂરી પાડશે અને આ નવા સોદાથી ભારતના દુશ્મનો માટે રાત ઉજાગર શરૂ થઈ જશે. ભારત સાથે કોઈ પણ પ્રકારના પેતરા ભારે પડી શકે છે.
