Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનમાં લઘુમતિના ધર્મસ્થાનો પર જોખમ : પ્રાચીન ગુરુદ્વારા તોડી પડાયું

Fri, July 3 2026

પુનઃસ્થાપન કરવાનું પ્રાંત સરકારનું આશ્વાસન

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફરુકાબાદમાં આવેલું અંદાજે 125 વર્ષ જૂનું ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબ સ્થાનિક વેપારીએ જરૂરી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) લીધા વિના તોડી પાડતાં શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાને લઈને સ્થાનિક શીખોએ વિરોધ પ્રદર્શન કરતાં પંજાબ સરકાર હરકતમાં આવી હતી.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાન સરકારને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ ગુરુદ્વારાના તોડી પાડવામાં આવેલા ભાગોનું વહેલી તકે પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે. તેમણે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા ધાર્મિક અસહિષ્ણુતાના વાતાવરણનો અંત લાવવા પણ અપીલ કરી હતી.

આ પણ વાંચો: ચંદા ચોરી કાંડ: આરોપીઓના ઘરેથી જંગી રોકડ સાથે ડોલર પણ મળ્યા

બીજી તરફ, શીખોના વિરોધ બાદ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે ઘટનાની નોંધ લીધી હતી. ત્યારબાદ પ્રાંતના લઘુમતી બાબતોના પ્રધાન રમેશ સિંહ અરોરાએ સ્થળની મુલાકાત લઈને ગુરુદ્વારાનું તાત્કાલિક પુનઃસ્થાપન કરાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે જમીનની માલિકી અને કાનૂની સ્થિતિ અંગે તપાસના આદેશ આપતાં સમગ્ર ઘટનાનો તથ્યાધારિત અહેવાલ રજૂ કરવા પણ સૂચના આપી છે.

80 વર્ષથી બંધ હોવાનો વેપારીઓનો દાવો

ગુરુદ્વારાની આસપાસના સ્થાનિક વેપારીઓએ દાવો કર્યો છે કે આ ધર્મસ્થળ છેલ્લા અંદાજે 80 વર્ષથી ઉપયોગમાં નહોતું અને લાંબા સમયથી બંધ હાલતમાં હતું. આ દરમિયાન અનેક પરિવારો ત્યાં વસવાટ કરવા લાગ્યા હતા તેમજ આસપાસ દુકાનો પણ ઉભી થઈ ગઈ હતી. વેપારીઓનું કહેવું છે કે જો ગુરુદ્વારાના પુનઃસ્થાપન માટે સ્થળ ખાલી કરાવવામાં આવશે તો અનેક પરિવારો અને વેપારીઓનું સ્થળાંતર કરવું પડશે. તેમણે સરકારને અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ અને રોજગારની યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

Tags:

CulturalPreservationGurudwaraGurudwaraDemolitionHeritageAtRiskHistoricalSitesHumanRightsInterfaithDialogueMinorityRightsPakistanHeritagePakistanHistoryPreserveCultureProtectMinoritiesReligiousDiversityReligiousFreedomReligiousTolerance

Share Article

Other Articles

Previous

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ રેકોર્ડ ઝડપથી આગળ વધે છે: પાછલા વર્ષમાં દર મહિને 2 લાખ વાહન વેચાયા

Next

ચંદા ચોરી કાંડ: આરોપીઓના ઘરેથી જંગી રોકડ સાથે ડોલર પણ મળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
એશિયન ગેમ્સમાં ભારતના 504 ખેલાડી જશે: આ વખતે 157નો ઘટાડો
11 કલાક પહેલા
બિગ બોસ-20માં નહીં જોવા મળે લલિત મોદી
11 કલાક પહેલા
રાહુલ ગાંધી સામેના સંપત્તિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ, ઈડી અને સીબીઆઈની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક
11 કલાક પહેલા
ઇથેનોલ માટે ખેતી વધશે તો અન્ય પાકો માટે જમીન અને પાણીની અછત સર્જાવાનો ખતરો
11 કલાક પહેલા
Categories

નેશનલ

3468 Posts

Related Posts

શું રાજકોટના હીરાસર એરપોર્ટથી દારૂની હેરાફેરી થાય છે અને એરપોર્ટ સિક્યુરિટી, શહેર પોલીસને પણ નહીં જાણ? વાંચો શું છે સમગ્ર ઘટના
ગુજરાત
1 વર્ષ પહેલા
ઇઝરાયલે માનવતા નેવે મૂકી : ચાર હોસ્પિટલ પર હુમલા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
NRI સાથે લગ્નના નામે છેતરપિંડી હવે નહીં ચાલે : ભારતમાં મેરેજ રજિસ્ટ્રેશન ફરજિયાત થશે
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર