Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ચલણ આવ્યું હશે તો લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરાશે

Wed, June 17 2026

-ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ કરવા માટે ૪૫ દિવસ મળશે.

-સમયસર ચલણ નહીં ભરાય તો ‘વાહન પોર્ટલ’ પર વાહન બ્લોક કરી દેવાશે.

ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે.

નવા નિયમોની મુખ્ય વિગતો:

૧. ઈ-ચલણ સામે રજૂઆત કે ફરિયાદ માટે ૪૫ દિવસની સમયમર્યાદા:

જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ ઈશ્યુ થયાની તારીખથી ૪૫ દિવસની સમયમર્યાદામાં ‘ઈ-ચલણ પોર્ટલ’ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે.

આ પણ વાંચો: રેપિડો-ઓલા-ઉબેરમાં ખાનગી વાહનોનો ઉપયોગ સામે હાઇકોર્ટમાં રીટ

૨. ૪૫ દિવસ બાદ ચલણની આપોઆપ સ્વીકૃતિ અને ચૂકવણીની મુદત:

ચલણ ઈશ્યુ થયાના ૪૫ દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઇવર દ્વારા ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી ૩૦ દિવસની અંદર ચલણની રકમની ભરપાઈ કરવાની રહેશે.

૩. સમયસર ચલણ ન ભરનાર વાહનનું “વાહન પોર્ટલ” પર સેન્ટ્રલ બ્લોકિંગ:

જો નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે, તો જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી ‘વાહન પોર્ટલ’ પર સંબંધિત વાહનને”Not to be transacted” એટલે કે, બ્લોકની શ્રેણીમાં મૂકી દેવાશે. આ સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ અરજીઓ પર કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.

૪. ફરિયાદ નકારવામાં આવે તેવા કિસ્સામાં નિયમ:

જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆતને નકારી દેવામાં આવે, તો ચાલકે ત્યારબાદ ૩૦ દિવસમાં ચલણની પૂરી રકમ ભરવી પડશે અથવા ચલણની રકમના ૫૦% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે. જો આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા કરવામાં ન આવે, તો ચલણ સ્વીકૃત માની લેવાશે અને ૧૫ દિવસમાં રકમ ચૂકવવી પડશે. આવું ન કરનાર વાહનને “વાહન પોર્ટલ” પર “Not to be transacted” તરીકે બ્લોક કરવામાં આવશે.

૫. ૦૫ કે તેથી વધુ ચલણ પર ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થશે:

નવા સુધારાની સૌથી કડક જોગવાઈ અનુસાર, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવરને એક જ વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ નવા નિયમો અન્વયે ગુજરાતના તમામ વાહનચાલકોને કાયદાકીય ગૂંચવણોથી બચવા, વાહન બ્લોક થતું અટકાવવા અને લાઇસન્સ સસ્પેન્શન જેવી કડક કાર્યવાહીથી બચવા માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર નિયત પોર્ટલ પર ભરી દેવા રાજ્ય સરકાર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

Tags:

CarInsuranceChallanComplianceMattersDefensiveDrivingDriverEducationDrivingRegulationsKnowYourRightsLegalAwarenessLicenseSuspensionLicenseTipsPreventAccidentsRoadSafetyRoadSafetyAwarenessSafeDrivingStayInformedTrafficFinesTrafficLawsTrafficOffensesTrafficRules

Share Article

Other Articles

Previous

વિરાણી ટ્રસ્ટની જમીનના વિવાદમાં પૂર્વ વિદ્યાર્થી નેતાની રિવિઝન અરજી નામંજૂર

Next

રેપિડો-ઓલા-ઉબેરમાં ખાનગી વાહનોનો ઉપયોગ સામે હાઇકોર્ટમાં રીટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જામનગર મનપાને બોમ્બથી ઉડાડવાની ધમકી: 1000+ લોકોની તાત્કાલિક હટાવટ, પરિસ્થિતિ નિયંત્રણમા
3 મિનિટutes પહેલા
NEET-UG માટે ગુજરાત પોલીસનો 3-સ્તરીય કવચ: 21 જૂને અભેદ્ય સુરક્ષા, DGP મલિકે જાતે સંભાળી કમાન
29 મિનિટutes પહેલા
રાજકોટમાં નકલી પોલીસ બની તોડબાજી કરતાં બે ઠગ રંગેહાથ ઝડપાયા
44 મિનિટutes પહેલા
ગાંધીનગરના ‘છ’ રોડ પર તટ રક્ષક સર્કલનું ભવ્ય લોકાર્પણ
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3103 Posts

Related Posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દ્વારકાનાં રુપેણ બંદરે બાંગ્લાદેશીઓન ચેકિંગની કાર્યવાહી ક્યારે ?
રાજકોટ
2 વર્ષ પહેલા
દિલધડક મુકાબલામાં બેંગ્લોરનો કોલકતા સામે 1 રનથી પરાજય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
શેરબજારમાં વર્ષનો બીજો સૌથી મોટો કડાકો: સેન્સેક્સ 1390 પોઈન્ટ સુધી ગગડ્યો
બિઝનેસ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર