સરકાર અને કોકરોચ પાર્ટી વચ્ચે સમાધાન
સરકાર અને કોકરોચ પાર્ટી વચ્ચે લાંબી ચર્ચા બાદ આખરે સમાધાન સધાયું છે. આ સમાધાનના ભાગરૂપે CJP દ્વારા ચાલી રહેલું આંદોલન હવે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે આંદોલન દરમિયાન નોંધાયેલી તમામ FIR પાછી ખેંચવામાં આવશે અને આંદોલનમાં થયેલા નુકસાનના પીડિતોને નિયમાનુસાર યોગ્ય વળતર પણ આપવામાં આવશે.
