ગુજરાત હવે માત્ર સેમિકન્ડક્ટર બનાવશે જ નહીં, તેને ડિઝાઇન પણ કરશે. રાજ્યની સ્વદેશી ફેબલેસ સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડે વૈશ્વિક ટેક જાયન્ટ અમેરિકાની Semtech Corporation સાથે હાથ મિલાવીને નેક્સ્ટ-જનરેશન ટેકનોલોજીમાં મોટું પગલું ભર્યું છે. બંને કંપનીઓ હવે અદ્યતન IoT એપ્લિકેશન્સ માટે LoRa ટેકનોલોજી સાથેનું ‘સાબરમતી-1’ નામનું System-in-Package પ્લેટફોર્મ બનાવશે.
ગુજરાતની ફેબલેસ સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ IndieSemiC પ્રાઇવેટ લિમિટેડ, નેક્સ્ટ જનરેશન લોરા-ઈનેબલ્ડ (LoRa-enabled) સિસ્ટમ-ઈન-પેકેજ (SiP) પ્લેટફોર્મના વિકાસ માટે Semtech Corporation સાથે સહયોગ કરી રહી છે. સેમટેક કોર્પોરેશન એ હાઇ-એન્ડ કન્ઝ્યુમર, એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ, કોમ્યુનિકેશન્સ અને ઔદ્યોગિક સાધનો માટે એનાલોગ અને મિક્સ્ડ-સિગ્નલ સેમિકન્ડક્ટર્સનું અગ્રણી US-કંપની છે.
આ જાહેરાત નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ખાતે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ના સીઈઓ અમિતેશ સિન્હા સહિતના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ઝંડુ કુમારે ભારતનું ખાતું ખોલાવ્યું
આ ભાગીદારી ગુજરાતના ઉભરતા સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમના વિકાસમાં વધુ એક પ્રોત્સાહક માઇલસ્ટોન દર્શાવે છે અને અદ્યતન સેમિકન્ડક્ટર ઇનોવેશનમાં ભારતીય કંપનીઓની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સતત એક વ્યાપક વ્યૂહરચના અપનાવી છે. સેમિકન્ડક્ટર પોલિસી (2022-27), ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા સિંગલ વિન્ડો સપોર્ટ, ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાજ્ય સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ATMP/OSAT, ડિઝાઇન ટેલેન્ટ ડેવલપમેન્ટ અને સપ્લાય ચેઈનને આવરી લેતી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યું છે.
આ વર્ષની શરૂઆતથી ત્રણ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી કોમર્શિયલ ઓપરેશન્સના તબક્કે પહોંચવાની સાથે ગુજરાતે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનમાં મોટા રોકાણો સાથે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સ્વદેશી ડીપ-ટેક ફેબલેસ સ્ટાર્ટઅપ્સનો ઉદભવ ડિઝાઇનથી લઈને ન્યુફેક્ચરિંગ સુધીની સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં ક્ષમતાઓ વિકસાવવાના ગુજરાતના વિઝનને વધુ મજબૂત બનાવે છે.
IndieSemiCના સ્થાપક નિકુલ શાહે જણાવ્યું હતું કે, આ સહયોગના ભાગરૂપે IndieSemiC, IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) એપ્લિકેશન્સ માટે સેમટેકની LoRa (લોંગ રેન્જ) ટેકનોલોજી સાથે સંકલિત RISC-V આર્કિટેક્ચર પર આધારિત સાબરમતી ક્લાસ 64-બીટ, જનરલ-પર્પઝ SiP (સિસ્ટમ-ઈન-પેકેજ) પ્લેટફોર્મ વિકસાવશે. આ ડિઝાઇન અલ્ટ્રા-લો-પાવર, લોંગ-રેન્જ વાયરલેસ કનેક્ટિવિટી સાથે 64-બીટ પ્રોસેસિંગને જોડે છે.
સાબરમતી ક્લાસના માઇક્રોકન્ટ્રોલર્સ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, સ્માર્ટ સિટીઝ, એસેટ ટ્રેકિંગ, સ્માર્ટ લાઇટિંગ, સ્માર્ટ મીટરિંગ, કૃષિ, લોજિસ્ટિક્સ અને હેલ્થકેરમાં ઉપયોગમાં લેવાશે, જે લો-પાવર વાઇડ-એરિયા નેટવર્કિંગ (LPWAN) પર બનેલી નેક્સ્ટ-જનરેશન ઇન્ટેલિજન્ટ, કનેક્ટેડ સિસ્ટમ્સની માંગને પૂરી કરશે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટર, IAS નેહા કુમારીએ રાજ્યમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની પ્રતિબદ્ધતા કરતા IndieSemiC ને આ સિદ્ધિ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
