અમરનાથ યાત્રાનો પાંચમો ચોથો દિવસ છે. તીર્થ યાત્રીઓની સંખ્યા રૅકોર્ડ તોડી રહી છે. વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાબા બર્ફાની પીગળી રહ્યા છે અને શિવલિંગ પીગળીને માત્ર 1 ફૂટ જેટલું જ રહી ગયું છે. ખાસ વાત એ છે કે, જૂનના અંતમાં ઊંચાઈ લગભગ 7 ફૂટ જોવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ યાત્રા 57 દિવસ સુધી ચાલે છે. જો કે અત્યાર સુધીમાં 60 હજાર ભક્તોએ દર્શનો લાભ લઈ લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમરનાથમાં શિવલિંગ હવે પીગળીને 1 ફૂટ જેટલું જ રહી ગયું છે. ગત 23 મેના રોજ શિવલિંગની ઊંચાઈ લગભગ 7 ફૂટ જેટલી હતી, જે 29 જૂન સુધીમાં ઘટીને 5 ફૂટ થઈ ગઈ હતી. હવે તાજેતરની તસવીરમાં જોઈ શકાય છે કે, શિવલિંગની ઊંચાઈ ઘટીને માત્ર 1 ફૂટની આસપાસ રહી ગઈ છે. ખાસ વાત એ છે કે, શિવલિંગનું નિર્માણ દર વર્ષે કુદરતી રીતે થાય છે, જેને જિયોલૉજીમાં ‘સ્ટેલેગમાઈટ’ કહેવામાં આવે છે.
કેવી રીતે થાય છે શિવલિંગનું નિર્માણ
વાસ્તવમાં ગુફાની ઉપર ચૂનાના પથ્થરો અને જિપ્સમ દરારોથી બરફ અને ગ્લેશિયર પીગળવાથી જે પાણી વહે છે. જેવું પાણી ગુફાની જમીન સુધી પહોંચે છે, તો ખૂબ જ ઓછા તાપમાનને કારણે જામી જાય છે અને ધીમે-ધીમે શિવલિંગનો આકાર લે છે.
અમરનાથ યાત્રાના ત્રીજા દિવસે એટલે કે રવિવારે લગભગ 24 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતી રીતે નિર્મિત હિમ શિવલિંગના દર્શન કર્યા હતા. આ સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં જ દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 60 હજારની આસપાસ પહોંચી ગઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 28 ઑગસ્ટ સુધી ચાલુ રહેશે.
