Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

હિમાચલમાં આકાશી આફતનો વરસાદ 157 લોકોના મોત, અન્ય 257 લાપતા

Wed, August 12 2026

ભૂસ્ખલનની અનેક ઘટનાઓ, નદીઓ ગાંડીતૂર, વીજ પુરવઠો ખોરવાયો, હજુ પણ ભારે વરસાદની આગાહી

હિમાલયની પહાડીઓથી ઘેરાયેલા હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. 30 જૂનથી 9 ઓગસ્ટ દરમિયાન વરસાદ, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં કુલ 157 લોકોના મોત થયા છે, જ્યારે 257 લોકો હજુ પણ લાપતા હોવાનું રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના મંગળવારે જાહેર થયેલા અહેવાલમાં જણાવાયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યભરમાં 260 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને 900થી વધુ સરકારી તથા ખાનગી મિલકતોને નુકસાન પહોંચ્યું છે.

પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચી જતા રહેણાંક વિસ્તારો અને ગામડાંઓ માં ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે. કુલુ, મંડી, ચંબા અને શિમલા જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. મંડી-કુલુ હાઇવે સહિતના મહત્વના માર્ગો બંધ થતાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.

ભારે વરસાદ તથા તોફાની પવનને કારણે રાજ્યમાં વીજ પુરવઠા પર પણ ભારે અસર પડી છે. એક અઠવાડિયાથી વધુ સમયથી 161 વિજ વિતરણ ટ્રાન્સફોર્મર બંધ હાલતમાં છે. સતત વરસાદના કારણે રસ્તા અને વીજલાઈનોની મરામત કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. પીવાના પાણીની 54 યોજનાઓ પણ પ્રભાવિત થતાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થતાં લોકોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો: ‘ફ્રીક્વન્ટ-ફ્લાયર માઇલ્સ’ ના બહાને ચાલતો અબજો ડોલરનો ખાનગી ચલણનો કાળો જાદુ

એ દરમિયાન હવામાન વિભાગે કાંગડા, મંડી, હમીરપુર, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કુલુ, ચંબા, સોલન અને બિલાસપુર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવનાને કારણે રાજ્ય સરકાર અને બચાવ દળો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

કુલુ અને મંડીમાં સૌથી વધુ ખાનાખરાબી

મંડી જિલ્લામાં 120 રસ્તા બંધ, રાજ્યમાં સૌથી વધુ અસર

કુલુ જિલ્લામાં 40 રસ્તા અવરોધિત

મંડી-કુલુ હાઇવે સહિતના મુખ્ય માર્ગો ઠપ

કુલુમાં નદીઓ અને નાળાઓમાં ભારે પૂર જેવી સ્થિતિ

મંડીમાં 77 અને કુલુમાં 40 વીજ ટ્રાન્સફોર્મર બંધ

અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, રાહત કામગીરીને અસર

નુકસાન આંકડાઓમાં

કુલ મૃત્યુ : 157

લાપતા લોકો : 257

બંધ રસ્તા : 259-260

નુકસાન પામેલી મિલકતો : 900થી વધુ

અંદાજિત આર્થિક નુકસાન : ₹886 કરોડ

બંધ વીજ ટ્રાન્સફોર્મર : 161

અસરગ્રસ્ત પાણી પુરવઠા યોજનાઓ : 54

ભૂસ્ખલન અને પૂરથી મૃત્યુ : 68

માર્ગ અકસ્માતોમાં મૃત્યુ : 89

ઓરેન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓ : 5

Tags:

ClimateChangeCommunitySupportDisasterReliefEmergencyResponseFloodsHeavyRainsHimachalFloodshimachalpradeshIndiaNewsMissingPersonsNaturalDisasterRescueOperationsSafetyFirsttragedyWeatherAlert

Share Article

Other Articles

Previous

અમદાવાદ: નિર્માણાધીન બિલ્ડિંગના 32માં માળે ક્રેઈન સાથે લટકી યુવકે જીવન ટૂંકાવ્યું: પોલીસ તપાસ શરૂ

Next

‘ફ્રીક્વન્ટ-ફ્લાયર માઇલ્સ’ ના બહાને ચાલતો અબજો ડોલરનો ખાનગી ચલણનો કાળો જાદુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
40 વર્ષની સેવા બાદ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું, AGM પહેલાં અચાનક લીધો નિર્ણય
24 મિનિટutes પહેલા
અમદાવાદ: નિર્માણાધીન બિલ્ડિંગના 32માં માળે ક્રેઈન સાથે લટકી યુવકે જીવન ટૂંકાવ્યું: પોલીસ તપાસ શરૂ
43 મિનિટutes પહેલા
હિમાચલમાં આકાશી આફતનો વરસાદ 157 લોકોના મોત, અન્ય 257 લાપતા
56 મિનિટutes પહેલા
‘ફ્રીક્વન્ટ-ફ્લાયર માઇલ્સ’ ના બહાને ચાલતો અબજો ડોલરનો ખાનગી ચલણનો કાળો જાદુ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3427 Posts

Related Posts

લો બોલો! હવે સોનું પણ નકલી, સુરતમાં ઝડપાઇ નકલી સોનાના ચેઈન બનાવવાની ફેક્ટરી, 12 શખ્સોને પોલીસે દબોચ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
વડાપ્રધાને આસામમાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : 4 નકલી પોલીસે વિદ્યાર્થીને રેપકેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
‘નમો પુસ્તક પરબ’ ની 151 મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લેતા મુખ્યમંત્રી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર