દેશમાં શિક્ષિત બેરોજગારીનો દર કેટલો ? જુઓ
લેબર સંઘનો રિપોર્ટ: શિક્ષિત બેરોજગારીનો દર વધીને 29.1 ટકા ઉપર ગયો
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
દેશના અર્થકારણમાં વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયેલું દેખાય છે. અહીં શિક્ષિત બેરોજગારોની સંખ્યા અભણ એટલે કે અશિક્ષિત લોકો કરતાં 9 ગણી વધુ રહી છે. ઇન્ટરનેશનલ લેબર સંઘના એક અહેવાલમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે.
દેશમાં શિક્ષિત બેરોજગારીનો દર વધીને 29.1 ટકા ઉપર રહ્યો છે. જ્યારે અશિક્ષિત લોકોનો બેરોજગારી દર ફક્ત 3.4 ટકા જ રહ્યો છે. 2022 માં 15 થી 29 વર્ષના આયુ વર્ગમાં યુવા બેરોજગાર ભારતીયોની ટકાવારી ઘટીને 82.9 ટકા થઈ ગઈ હતી. 2000 ની સાલમાં યુવા બેરોજગાર 88.6 ટકા હતા.
દરમિયાનમાં લેબર સંઘના આંકડા મુજબ શિક્ષિત યુવાઓની ટકાવારી વધીને 65.7 ટકા થઈ ગઈ છે. અહેવાલમાં એવી જાણકારી અપાઈ છે કે શહેરી વિસ્તારોમાં શિક્ષિત બેરોજગારીનો દર વધુ રહ્યો છે. ગ્રામ્ય ક્ષેત્રોમાં આ ટકાવારી ઓછી રહી છે.
સંઘના આંકડા પ્રમાણે વૈશ્વિક સ્તરથી ભારતમાં યુવા બેરોજગારી વધુ રહી છે. જ્યારે અભણ લોકોમાં બેરોજગારી ઘટી રહી છે. એ જ રીતે મહિલા લેબર ફોર્સમાં પણ ભારતનો નંબર ઘણો પાછળ રહ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વખતે જ બેરોજગારીનો દર વધી ગયો હતો અને ત્યાર બાદ કંપનીઓમાં છટણીનો દોર શરૂ થયો હતો.