પંજાબમાં 14 હુમલામાં વોન્ટેડ આતંકીને અમેરિકામાં ધરપકડ
ભારતમાં છેલ્લા છ મહિના દરમિયાન થયેલા 14 આતંકવાદી હુમલામાં વોન્ટેડ શીખ આતંકવાદી હરપ્રીત સિંહ, ઉર્ફે હેપી પાસિયાની ગુરુવારે અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ની કસ્ટડીમાં છે. આ આતંકી માટે એનઆઇએ એ પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. તેની ધરપકડને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે જેઓ તેની પંજાબમાં બનેલી બહુવિધ આતંકવાદી ઘટનાઓમાં ભૂમિકા માટે નજર રાખી રહ્યા હતા.
FBIએ એક સત્તાવાર નિવેદનમાં ભારતના પંજાબમાં આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી હરપ્રીત સિંઘને FBI અને ERO દ્વારા સેક્રામેન્ટોમાં ધરપકડ કરવામાં આવી હોવાની વાતને પુષ્ટિ આપી હતી. તેમાં જણાવ્યા મુજબ હરપ્રીત બે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો સાથે જોડાયેલહતો અને તેણે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કર્યો હતો. ધરપકડથી બચવા તે બર્નર ફોનનો ઉપયોગ કરતો હતો.
પાસિયાને પાકિસ્તાનની ISI અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) તેમજ મૃત હરવિંદર સિંહ રિંદાના નેટવર્ક જેવા આતંકવાદી સંગઠનો સાથે ગાઢ સંબંધો હોવાનું માનવામાં આવે છે. ગુપ્તચર એજન્સીઓનો આરોપ છે કે તેણે પંજાબમાં બનેલા અનેક હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં જાન્યુઆરી 2025માં અમૃતસરના ગુમતલા પોલીસ પોસ્ટ નજીક થયેલા બોમ્બ ધડાકાનો સમાવેશ થાય છે. એ હુમલામાં એક વરિષ્ઠ અધિકારીનું વાહનમાં વિસ્ફોટ થતાં મૃત્યુ થયું હતું.એક યુ ટ્યુબર તેમ જ ભાજપના નેતા મનોરંજન કાલીયાના જલંધર સ્થિત નિવાસ્થાન ઉપર થયેલા હુમલાની જવાબદારી પણ હરપ્રીત સિંઘે સ્વીકારી હતી. પોલીસ દ્વારા તેના પરિવારજનો સાથે જો હુકમી થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી તેણે વધુ હુમલાઓની ધમકી આપી હતી