ટ્રમ્પના કયા આદેશથી મુસ્લિમ દેશોમા મચી ખલબલી ? શું છે મામલો ? વાંચો
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાને એક અઠવાડિયું પણ થયું નથી. તેઓ એક પછી એક એવા નિર્ણયો લઈ રહ્યા છે, જેના કારણે વિશ્વભરના દેશોમાં તેમની ચર્ચા થઈ રહી છે. સૌથી વધુ અશાંતિ મુસ્લિમ દેશોમાં છે. ટ્રમ્પના નિર્ણયોથી અમેરિકાથી બ્રિટન સુધીના મુસ્લિમો આઘાતમા અને પરેશાન છે. ટ્રમ્પના નવા આદેશમાં અમેરિકી વહીવટી અધિકારીઓને એવા દેશોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેમને અહીં પ્રવેશતા પહેલા કડક તપાસમાંથી પસાર થવું પડશે.
બાયડનના કાર્યકાળ દરમિયાન એટલે કે 2020 માં અમેરિકામાં દાખલ થયેલા લોકો અંગે માહિતી એકત્ર કરવામાં આવશે અને એમને દેશ બહાર તગેડી મુકાય તેવી સંભાવના છે. આરબ દેશોથી આવેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
ટ્રમ્પના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન 2017નો એક્ઝિક્યુટિવ ઓર્ડર અમેરિકામાં ‘વિદેશી આતંકવાદીઓ’ના પ્રવેશ સાથે સંબંધિત હતો, જેમાં બિનસત્તાવાર રીતે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે ટ્રમ્પ 2.0 દરમિયાન, અમેરિકામાં આવેલા આ સમુદાય પર નવા રાષ્ટ્રપતિનો નિયમ વધુ કડક બન્યો છે. ટ્રમ્પે પેલેસ્ટાઇન તરફી વિદ્યાર્થીઓ સામે કડક વલણ અપનાવ્યું છે.આવા દેશોના મુસ્લિમો માટે સ્ક્રિનિંગ વધુ સખત બનાવવાનો આદેશ અપાયો છે. આ દેશના મુસ્લિમો માટે સ્ક્રિનિંગ વધુ સખત બનાવવાનો આદેશ ફરી આપ્યો છે .
ઇન્ટરનેશનલ રેફ્યુજી આસિસ્ટન્સ પ્રોજેક્ટના વકીલ દીપા અલાગેસને જણાવ્યું હતું કે નવો આદેશ ટ્રમ્પ દ્વારા 2017 માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર લાદવામાં આવેલા અઘોષિત મુસાફરી પ્રતિબંધ કરતાં પણ ખરાબ છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફક્ત અમેરિકાની બહારના લોકોને અહીં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસ જેવું નથી, પરંતુ તે જ દલીલોનો ઉપયોગ કરીને લોકોને અમેરિકામાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ છે. ટ્રમ્પના આદેશ બાદ આરબ દેશોમાં પણ ગભરાટનો માહોલ છે. તેમને ડર છે કે ઇસ્લામોફોબિયા વધી શકે છે.