Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકી સૈન્ય કમાન્ડના નામમાંથી INDO શબ્દ દૂર કરાયો: ભારતનું મહત્વ ઘટાડવાનો પ્રયાસ

Thu, June 18 2026

વેબસાઇટ પર POk ને પાકિસ્તાનનું દેખાડતો નકશો

શશી થરુરે પૂછ્યું ,” શું QUAD માટે વધુ એક ખીલો..?

અમેરિકાએ તેની સૌથી મહત્વપૂર્ણ સૈન્ય કમાન્ડ પૈકીની એક ‘યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ (USINDOPACOM)નું નામ બદલીને ફરી ‘યુએસ પેસિફિક કમાન્ડ’ (USPACOM) કરી દીધું છે. અમેરિકાના યુદ્ધ વિભાગે જણાવ્યું હતું કે આ નિર્ણય કમાન્ડની ઐતિહાસિક ઓળખ અને પરંપરાને સન્માન આપવા માટે લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય સાથે જ કમાન્ડની સત્તાવાર વેબસાઇટ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને પાકિસ્તાનના ભાગરૂપે દર્શાવતો નકશો સામે આવતા ભારતમાં ચર્ચા શરૂ થઈ છે.

અમેરિકાએ 2018માં ‘પેસિફિક કમાન્ડ’નું નામ બદલીને ‘ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ કર્યું હતું. તે સમયે વોશિંગ્ટને જણાવ્યું હતું કે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રની સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતો હવે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હોવાથી ભારત અને હિંદ મહાસાગર વિસ્તારને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: મિઝોરમમાં BSFના બે જવાનોને 42 વર્ષની જેલ

નવી જાહેરાત અનુસાર કમાન્ડનું નામ ભલે બદલાયું હોય, પરંતુ તેની જવાબદારીઓ, કામગીરીનો વિસ્તાર અને વ્યૂહાત્મક ભૂમિકા યથાવત્ રહેશે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે એશિયા-પ્રશાંત અને હિંદ મહાસાગર વિસ્તારમાં સહયોગી દેશો સાથે મળીને ‘મુક્ત અને ખુલ્લા ક્ષેત્ર’ માટેની પ્રતિબદ્ધતામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હવાઈ સ્થિત આ કમાન્ડ અમેરિકાની સૌથી મોટી અને સૌથી જૂની સંયુક્ત સૈન્ય કમાન્ડમાંની એક છે. બીજા વિશ્વયુદ્ધ બાદ એશિયા ક્ષેત્રમાં સુરક્ષા વ્યવસ્થાના નિર્માણથી લઈને કોરિયા અને વિયેતનામ યુદ્ધ સહિત અનેક મહત્વપૂર્ણ કામગીરીમાં તેની ભૂમિકા રહી છે.

આ દરમિયાન કમાન્ડની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલા ‘એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટી’ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવવામાં આવ્યો હતો. ભારત લાંબા સમયથી સમગ્ર જમ્મુ-કાશ્મીર, જેમાં PoKનો પણ સમાવેશ થાય છે, તેને પોતાનો અભિન્ન ભાગ ગણાવે છે. તેથી આ નકશો ભારતની સત્તાવાર સ્થિતિથી વિપરીત હોવાનું માનવામાં આવી રહ્યું છે. નામ પરિવર્તન બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, “શું આ Quad માટે વધુ એક ખીલો સાબિત થશે?”

‘ઇન્ડો-પેસિફિક’ નામ શા માટે મહત્વનું હતું?

2018માં અમેરિકાએ ‘પેસિફિક કમાન્ડ’નું નામ બદલી ‘ઇન્ડો-પેસિફિક કમાન્ડ’ કર્યું હતું.

ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્રના વધતા વ્યૂહાત્મક મહત્વને માન્યતા આપવાનો તે સંકેત માનવામાં આવ્યો હતો.

Quad (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) જેવા સહયોગી માળખાઓ સાથે પણ આ નામ જોડાયેલું હતું.

હવે ‘ઇન્ડો’ શબ્દ દૂર થતાં કેટલાક વિશ્લેષકો તેને માત્ર ઐતિહાસિક નામ પરત લાવવાનો નિર્ણય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વ્યૂહાત્મક સંદેશ તરીકે પણ જોઈ રહ્યા છે.

PoKનો મુદ્દો કેમ સંવેદનશીલ?

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) જમ્મુ-કાશ્મીરનો તે વિસ્તાર છે જે હાલ પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ છે.

ભારત સમગ્ર જમ્મુ-કાશ્મીરને પોતાનો અભિન્ન ભાગ માને છે.

કોઈ પણ આંતરરાષ્ટ્રીય નકશામાં PoKને પાકિસ્તાનનો ભાગ દર્શાવવો ભારતની સત્તાવાર સ્થિતિથી વિપરીત માનવામાં આવે છે.

આ પ્રકારના નકશા અગાઉ પણ રાજદ્વારી વિવાદનું કારણ બન્યા છે.

Tags:

DefenseDefensePolicyGeopoliticsGlobalPoliticsGlobalSecurityINDIAIndiaMattersINDOInternationalRelationsMilitaryCommandMilitaryStrategyNameChangePoliticalAnalysispowerdynamicsRegionalInfluenceSouthAsiaStrategicMoveUSIndiaRelationsUSMilitaryWorldAffairs

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્ર;  6 સાંસદોએ  ઉધ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો

Next

મિઝોરમમાં BSFના બે જવાનોને 42 વર્ષની જેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
લેબેનોન ઉપર ઇઝરાયેલનો વધુ એક હુમલો: 15 લોકોનાં મોત
10 કલાક પહેલા
મારી શક્તિની કોઈ મર્યાદા નથી, વૈશ્વિક મંદી ટાળવા માટે યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો દાવો
10 કલાક પહેલા
ઈઝરાયેલની સ્વચ્છંદી નીતિ સામે અમેરિકાની સૌથી તીખી  ટિપ્પણી
10 કલાક પહેલા
‘ટ્રમ્પે નિરાશામાં દબાણ વધારવા માટે બધા જ હથિયારો અજમાવી લીધા”
10 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

ભક્તો અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ સુધી જઈ નહીં શકે
નેશનલ
3 વર્ષ પહેલા
ભારતીય નાગરિકોને તરત જ સીરિયા છોડી દેવા કેન્દ્ર સરકારની અપીલ : વિદ્રોહીઓ આગળ વધી રહ્યા છે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પડધરી પાસે ફેકટરીમાં એક મિનિટમાં જ 27.55 લાખની ચોરી! ફેકટરીની ઓફિસમાંથી બુકાનીધારી બેલડી ત્રાટકી, જુઓ સીસીટીવી
ક્રાઇમ
7 મહિના પહેલા
ઈંગ્લેન્ડ સામે સદી ફટકારનારો યશસ્વી ભારતનો સૌથી યુવા બેટર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર