Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

LPG ટેન્કર ‘દિશા’ પર મિસાઇલ હુમલો: 20% ઓઈલ-ગેસ સપ્લાયને અસર, 28 ભારતીય નાવિકો સુરક્ષિત

Sat, July 25 2026

વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી ગોળીબાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે ઈરાનની જળસીમામાં મોઝામ્બિકના ધ્વજવાળા LPG ટેન્કર પર અજ્ઞાત મિસાઇલનો પ્રહાર થતા આંતરાષ્ટ્રીય સ્તરે ચિંતા ફેલાઈ છે. સદનસીબે જહાજ પર સવાર તમામ ભારતીયો સુરક્ષિત હોવાના સમાચારથી રાહત મળી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર વૈશ્વિક ઊર્જા સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે.

‘દિશા‘ ટેન્કર પર અજ્ઞાત હુમલો 

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે X પર જાહેરાત કરી કે મોઝામ્બિકના ધ્વજ ધરાવતા ‘દિશા’ નામના LPG ટેન્કર પર શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક હુમલો થયો. ‘ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઑફ ઇન્ડિયા’ના જણાવ્યા મુજબ, જ્યારે ટેન્કર પર્સિયન ગલ્ફ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે એક અજ્ઞાત મિસાઇલે તેને નિશાન બનાવ્યું. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી.

સૌથી મહત્વની વાત એ છે કે આ જહાજ પર સવાર તમામ 28 ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. દૂતાવાસે કહ્યું કે તેઓ સંબંધિત ઈરાની અધિકારીઓ સાથે સત સંપર્કમાં છે અને સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. ભારતીય નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે તેવી ખાતરી પણ આપી છે.

આ પણ વાંચો: 265 તાલુકા જળમગ્ન, પાટણના સાંતલપુરમાં 15 ઈંચ વરસાદથી હાહાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હોર્મુઝ સ્ટ્રેટ: વિશ્વના 20% ઓઈલ-ગેસનું ગળું 

ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક વેપાર માટે લાઈફલાઈન સમાન છે. વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય આ જ સાંકડા જળમાર્ગમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અહીં થતો કોઈપણ હુમલો સીધો આંતરાષ્ટ્રીય બજાર અને ઊર્જા ભાવને અસર કરે છે.

જુલાઈની શરૂઆતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો અસ્થાયી યુદ્ધવિરામ તૂટ્યા બાદ આ વિસ્તારમાં તણાવ ફરી વધ્યો છે. અમેરિકા ઈરાનના સૈન્ય મથકો પર હુમલા કરી રહ્યું છે, તો બદલામાં ઈરાન પણ મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી મથકોને નિશાન બનાવી રહ્યું છે. આ બંને દેશો વચ્ચેના વધતા સંઘર્ષને કારણે વ્યાપારી જહાજોની સુરક્ષા પર સૌથી મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

આ હુમલા બાદ નૌવહન કંપનીઓ અને વૈશ્વિક નેતાઓએ હોર્મુઝની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત સહિત અનેક દેશો માટે આ માર્ગ ઊર્જા આયાતનો સૌથી મહત્વનો રસ્તો હોવાથી સરકાર આ ઘટનાને ખૂબ ગંભીરતાથી જોઈ રહી છે.

Tags:

CrisisResponseDefenseUpdatesDishaEmergencyResponseEnergyCrisisGlobalOilMarketIndiaNewsIndianSailorsLPGtankerMaritimeSafetyMissileAttackNavalOperationsOilGasSupplySafetyAtSeaShippingNewsTankerIncident

Share Article

Other Articles

Previous

અમદાવાદની અનંત યુનિવર્સિટી પાછળના ખેતરો બન્યા તળાવ, ઘુમા-મણિપુરમાં જળબંબાકાર

Next

265 તાલુકા જળમગ્ન, પાટણના સાંતલપુરમાં 15 ઈંચ વરસાદથી હાહાકાર, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
1 દિવસ પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
2 દિવસ પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
2 દિવસ પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

કાલાવડ રોડ પરના બુલ્સ કાફેમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો : 6 પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સંગીત સમ્રાટ ઉત્સાદ રાશિદ ખાનનું નિધન
Breaking
3 વર્ષ પહેલા
હાથરસ દુર્ઘટના : ‘સ્મશાન’ બની ગયું ‘સત્સંગ સ્થળ’, 130ના મોત : આ બેદરકારીઓ આવી પ્રકાશમાં
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ઝારખંડમાં વડાપ્રધાને 2 સભા સંબોધી, જાણો કોંગ્રેસ પર કેવા કર્યા પ્રહાર ?
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર