બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો
વૈભવ રેખી સાથે સંબંધ આગળ વધારતા પહેલાં સમાયરાની સંમતિ લીધી, તેણે `ના’ કહી હોત તો લગ્ન જ કર્યા ન હોત
બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પોતાના બીજા લગ્ન અગે એક રસપ્રદ અને ભાવુક ખુલાસો કર્યો છે. વર્ષ ૨૦૨૧મા બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરનારી દિયાએ જણાવ્યુ કે લગ્ન પહેલા તેમણે પતિની પ્રથમ પત્નીથી થયેલી દીકરી સમાયરાની મજૂરી મેળવી હતી. જો સમાયરાએ આ સબધ સ્વીકાર્યો ન હોત તો તેઓ ક્યારેય લગ્ન ન કરત.
એક મુલાકાત દરમિયાન દિયાએ જણાવ્યુ કે વૈભવે શરૂઆતથી જ પોતાની દીકરી સમાયરાને આ સબધમા સામેલ કરી હતી. તેમણે સમાયરાને નિર્ણય લેવાની સપૂર્ણ છૂટ આપી હતી કે શુ તે દિયા અને વૈભવને એક પરિવાર તરીકે સ્વીકારવા તૈયાર છે કે નહીં.
આ પણ વાંચો: નિગમ દ્વારા સંચાલિત ૧૬ વિભાગના ૧૨૫ ડેપો ખાતે ૧૦,૫૦૦ નવા ETM મશીનો ફાળવાયા
દિયાના જણાવ્યા અનુસાર, સમાયરાની સમતિ તેમના સબધ માટે સૌથી મહત્વપૂર્ણ હતી. જો શરૂઆતના દિવસોમા સમાયરાએ તેમને અસ્વીકાર્યા હોત અથવા બને વચ્ચે તાલમેલ ન જમ્યો હોત તો તેઓ આ સબધને આગળ વધારવાનો વિચાર પણ ન કરતા.
અભિનેત્રીએ વધુમા જણાવ્યુ કે આજે સમાયરા તેમની સાથે રહે છે અને બને વચ્ચે ખૂબ જ સારો સબધ છે. દિયાના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ પ્રશસા મળી રહી છે, કારણ કે તેમણે પરિવારના દરેક સભ્યની લાગણીઓને મહત્વ આપીને જીવનનો મોટો નિર્ણય લીધો હતો.
