ડ્યુએટ ગીતોમાં પણ મહિલાઓને પૂરતું સ્થાન મળતું નથી
જાણીતી ગાયિકા સોના મહાપાત્રાએ બોલિવૂડ સંગીતમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અને લિગભેદ અગે ફરી એકવાર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં તેમણે દાવો કર્યો કે બોલિવૂડના મોટાભાગના દિલ તૂટવાના અને પ્રેમ આધારિત ગીતોમાં પુરુષોની લાગણીઓને જ કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે, જ્યારે મહિલા ગાયિકાઓને ગૌણ સ્થાન આપવામા આવે છે.
આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ કર્યો ખુલાસો
સોનાએ જણાવ્યુ કે જ્યારે તેમને શાહરુખ ખાન અભિનીત ફિલ્મ રઈસના લોકપ્રિય ગીત ઝાલિમા માટે ગાવા આમંત્રણ મળ્યું હતુ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર ગીતના મુખ્ય ભાગો પુરુષ ગાયક દ્વારા ગવાયા હતા અને મહિલા અવાજને માત્ર અંતિમ ભાગમાં સ્થાન મળ્યું હતુ. તેમણે મજાકીય અંદાજમાં સંગીતકાર પ્રીતમને પૂછ્યું હતુ કે, “શું પુરુષ પોતાને જ પ્રેમ કરી રહ્યો છે? આ કેવું ડ્યુએટ ગીત છે?”
સોનાએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ વ્યક્તિગત કલાકારની ભૂલ નથી, પરતુ સમગ્ર સંગીત ઉદ્યોગની કાર્યપદ્ધતિ એવી બની ગઈ છે કે લોકો નવા પ્રયોગો અને જોખમ લેતાં ગભરાય છે. તેમણે વધુમાં કહ્યુ કે જો ફિલ્મ ઉદ્યોગ મહિલાઓની મજબૂત વાર્તાઓ અને અવાજોને સ્થાન આપવાનું બંધ કરશે તો ભવિષ્યમાં લોકપ્રિય મહિલા સ્ટાર્સનું સર્જન પણ ઘટી જશે. સોના મહાપાત્રાના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
