વાંગચુકના કાર્યની પ્રશંસા સાથે અનશન સમાપ્ત કરવા આમિર ખાને કરી અપીલ
લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાએ આપ્યું નિવેદન
બોલિવૂડ અભિનેતા આમિર ખાને ફિલ્મ `૩ ઇડિયટ્સ’ના લોકપ્રિય પાત્ર ‘રેન્ચો’ અને શિક્ષણવિદ્ તથા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક વચ્ચેના સંબંધ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર સ્પષ્ટતા કરી છે. લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન `લગાન’ના વિશેષ પ્રદર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં આમિરે જણાવ્યું હતું કે `૩ ઇડિયટ્સ’નું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતું.
આમિરે કહ્યું કે જ્યારે ફિલ્મનું લેખન અને નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે તેઓ કે ફિલ્મના લેખકો રાજકુમાર હિરાણી અને અભિજાત જોશીને સોનમ વાંગચુક વિશે જાણકારી નહોતી. તેમણે ઉમેર્યું કે આ એક ગેરસમજ છે, જોકે સોનમ વાંગચુક જે કાર્ય કરી રહ્યા છે તે પ્રશંસનીય છે અને તેના માટે કોઈ ફિલ્મી પાત્ર સાથે જોડવાની જરૂર નથી.
આ પણ વાંચો: તમન્ના ભાટિયાએ શરૂ કર્યું `રાગિની ૩’ની શૂટિંગ
ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુક છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠા છે, જેના કારણે તેમની તબિયત અંગે ચિતા વ્યક્ત થઈ રહી છે. આમિર ખાને તેમના કાર્યને સન્માન આપતાં અનશન સમાપ્ત કરવાની અપીલ પણ કરી છે.
