તમન્ના ભાટિયાએ શરૂ કર્યું `રાગિની ૩’ની શૂટિંગ
લંડનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ: અભિનેત્રી પ્રથમ વખત જુનૈદ ખાન સાથે સ્ક્રીન શેર કરશે
અભિનેત્રી તમન્ના ભાટિયાએ એકતા કપૂરની લોકપ્રિય હોરર ફ્રેન્ચાઇઝી `રાગિની ૩’નું શૂટિગ શરૂ કર્યું છે. બાલાજી મોશન પિક્ચર્સે સોશિયલ મીડિયા પર લંડન શેડ્યૂલની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તમન્નાના હાથમાં `રાગિની ૩’ લખેલું ક્લેપબોર્ડ જોવા મળે છે. પોસ્ટ સાથે લખવામાં આવ્યું છે કે, “દરેક ડેટ નાઇટની શરૂઆત સ્મિતથી થાય છે, મળો રાગિનીને.”
આ ફિલ્મમાં તમન્ના સાથે અભિનેતા જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ આ વખતે ફિલ્મને માત્ર હોરર સુધી મર્યાદિત ન રાખી તેમાં સુપરનેચરલ થ્રિલરનો નવો તડકો ઉમેર્યો છે. જોકે ફિલ્મની સંપૂર્ણ સ્ટારકાસ્ટ અને કથાવસ્તુ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: શરાફી સહકારી મંડળીના સંચાલકોએ વૃદ્ધ દંપતીના 5.12 લાખ હડપ્યા
`રાગિની એમએમએસ’ ફ્રેન્ચાઇઝીની શરૂઆત વર્ષ ૨૦૧૧માં થઈ હતી, જ્યારે ૨૦૧૪માં `રાગિની એમએમએસ ૨’ રિલીઝ થઈ હતી. ત્યારબાદ `રાગિની એમએમએસ: રિટર્ન્સ’ નામની વેબ સિરીઝના બે સીઝન પણ દર્શકો સમક્ષ આવ્યા હતા. હવે `રાગિની ૩’ સાથે નિર્માતાઓ ફરી એકવાર હોરર પ્રેમીઓને નવી રોમાંચક સફર કરાવવા તૈયાર છે.
