એફપીઆઈએ અચાનક કેમ હાથ ખેંચી લીધા ? શું કર્યું ? વાંચો
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ એકાએક રોકાણમાં સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો અને ઓગસ્ટમાં સ્થાનિક શેરબજારમાં માત્ર રૂ. 7,320 કરોડનું રોકાણ કર્યું હતું. છેલ્લા ઘણા સમયમાં આ સૌથી ઓછું રોકાણ રહ્યું છે. જો કે તેની પાછળ અનેક કારણો હોઇ શકે છે.
શેરોના ઉચ્ચ મૂલ્યાંકન અને બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધાર્યા બાદ યેન કેરી ટ્રેડ એટલે કે નીચા વ્યાજદરવાળા દેશોથી કરજ લઈને બીજા દેશોમાં સંપત્તિમાં રોકાણ સમાપ્ત થવાથી વિદેશીઓએ સતર્ક વલણ અપનાવી લીધું છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, આ રોકાણ જુલાઈમાં રૂ. 32,365 કરોડ અને જૂનમાં રૂ. 26,565 કરોડ કરતાં ઘણું ઓછું છે, વોટરફિલ્ડ એડવાઇઝર્સના ડિરેક્ટર (લિસ્ટેડ ઇન્વેસ્ટર્સ) વિપુલ ભોવરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં સ્થાનિક બજારમાં એફપીઆઇ રસ દાખવે તેવી શક્યતા છે.