ઓહોહો.. શેર બજારમાં 8 ટોચની કંપનીઓ કમાઈ ગઈ ? કેટલો વધ્યો માર્કેટ કેપ ? જુઓ
શેરબજારમાં ઉછાળા સાથે, દેશની 10 મોટી કંપનીઓમાંથી આઠ કંપનીઓના માર્કેટ કેપમાં ગયા સપ્તાહે સંયુક્ત રીતે રૂ. 1,53,019.32 કરોડનો વધારો થયો છે. શેર બજાર આ કંપનીઓ માટે ટંકશાળ બની ગઈ છે.
ભારતી એરટેલ, ઈન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ સૌથી વધુ વધ્યા હતા. ગયા સપ્તાહે બીએસઇ સેન્સેક્સ 1,279.56 પોઈન્ટ અથવા 1.57 ટકા વધ્યો હતો.
30 શેરો પર આધારિત સેન્સેક્સ શુક્રવારે સતત નવમા ટ્રેડિંગ સત્રમાં ઉછળ્યો હતો અને 231.16 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 82,365.77 પોઈન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, એક સમયે તે 502.42 પોઈન્ટ્સ અથવા 0.61 ટકાના વધારા સાથે 82,637.03 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો.
ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 47,194.86 કરોડ વધીને રૂ. 9,04,587.12 કરોડ થયું છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 33,611.37 કરોડ વધીને રૂ. 8,06,880.50 કરોડ થયું છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું મૂલ્યાંકન રૂ. 31,784.9 કરોડ વધીને રૂ. 16,46,899.17 કરોડ અને ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 18,734.3 કરોડ વધીને રૂ. 8,66,374.41 કરોડ થયું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 13,396.42 કરોડ વધીને રૂ. 20,43,107.10 કરોડ અને એચડીએફસી બેન્કનું માર્કેટ કેપ રૂ. 5,600.24 કરોડ વધીને રૂ. 12,44,206.43 કરોડ થયું છે.
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંકન રૂ. 2,340.25 કરોડ વધીને રૂ. 6,73,390.88 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંકન રૂ. 356.98 કરોડ વધીને રૂ. 7,27,935.97 કરોડ થયું હતું. જોકે, હિન્દુસ્તાન યુનિલિવરનું એમકેપ રૂ. 8,411.54 કરોડ ઘટીને રૂ. 6,52,739.95 કરોડ અને ITCનું એમકેપ રૂ. 4,776.48 કરોડ ઘટીને રૂ. 6,27,587.76 કરોડ થયું હતું.