રણબીર કપૂરની રામાયણમાં કોણ બનશે રાવણની પત્ની? આ એક્ટ્રેસની કરાઇ પસંદગી, સિંઘમમાં પણ કરી ચૂકી છે કામ
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ ઘણા સમયથી ચર્ચામાં છે. રણબીર કપૂરની આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી ચાહકોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો છે.ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવીને માતા સીતાની ભૂમિકા ભજવવા માટે કાસ્ટ કરવામાં આવી છે.ત્યારે હવે આ ફિલ્મમાં મંદોદરીના કેરેક્ટર માટે પણ એક્ટ્રેસની પસંદગી કરી લેવામાં આવી છે. આ એક્ટ્રેસ સિંઘમ ફિલ્મમાં પણ અજય દેવગન સાથે ભૂમિકા ભજવી ચૂકી છે.

ફિલ્મ રામાયણમાં કાજલ અગ્રવાલની એન્ટ્રી
નિતેશ તિવારીની પૌરાણિક ફિલ્મ રામાયણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રણબીર કપૂરની આ ફિલ્મમાં બોલિવૂડ અને સાઉથ સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. હવે આ ફિલ્મમાં કાજલ અગ્રવાલની એન્ટ્રી થઈ છે જે રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ સિકંદરમાં જોવા મળી હતી.

કાજલે ગયા અઠવાડિયે પોતાનો લુક ટેસ્ટ આપ્યો
અહેવાલો અનુસાર, કાજલે ગયા અઠવાડિયે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો, જેમાં તે મંદોદરીની ભૂમિકા માટે પરફેક્ટ લાગી રહી હતી. એટલું જ નહીં, તેણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હાલમાં નિર્માતાઓ રાવણના લંકા ભાગનું શૂટિંગ કરી રહ્યા છે.

ક્યારે રીલીઝ થશે ફિલ્મ?
તમને જણાવી દઈએ કે ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામ, સાંઈ પલ્લવી સીતા, સની દેઓલ હનુમાન અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ દિવાળી 2026 ના રોજ અને બીજો ભાગ દિવાળી 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહેવાલ છે કે પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે બીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે. આ બધા કલાકારોના ચાહકો પણ રામાયણ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.