શું છે આ કોલ્ડપ્લે, જેના માટે ભારતીયો પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે ?? એક ટિકિટના ભાવ સાંભળીને હોશ ઊડી જશે
અત્યારે સોશિયલ મીડિયાથી લઈને દરેક શેરીઓમાં એક જ વાતની થઈ રહી છે અને તે છે કોલ્ડપ્લે. હાલ કોલ્ડપ્લે નામ દેશભરમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા હોય કે ઓફિસ, સ્કૂલ-કોલેજ, કોલ્ડપ્લેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોલ્ડપ્લેનો એક કોન્સર્ટ આયોજિત કરવામાં આવી રહ્યો છે જેની કિંમત લાખોમાં છે. શું તમે જાણો છો કે આ કોલ્ડપ્લે શું છે? જો તમને ખબર નથી કે તેના વિશે આટલી ચર્ચા કેમ થઈ રહી છે તો આ લેખમાં આપણે જાણીશું.
કોલ્ડપ્લે શું છે ?
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે. તેની શરૂઆત લંડનમાં 1997માં થઈ હતી. તે તેના લાઈવ પરફોર્મન્સ માટે જાણીતો છે. કારણ કે તેઓ તેમની કલાથી લોકપ્રિય સંસ્કૃતિને પ્રભાવિત કરે છે. બેન્ડમાં હવે જોની બકલેન્ડ, ક્રિસ માર્ટિન, ગાય બ્લાયમેન અને વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.
ભારતમાં આ ચર્ચા શા માટે થઈ રહી છે?
કોલ્ડપ્લે બેન્ડ ભારતમાં વર્ષ 2025માં કોન્સર્ટ કરવા જઈ રહ્યું છે. આ ભારત મુલાકાત મ્યુઝિક ઓફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર 2025 અંતર્ગત છે. ભારતમાં થઈ રહેલો કોન્સર્ટ ખુશીની સાથે દુઃખનું કારણ પણ બની રહ્યો છે કારણ કે દેશભરમાંથી લગભગ 13 મિલિયન લોકો ટિકિટ ખરીદવા માંગતા હતા પરંતુ દરેકનું સપનું સાકાર થઈ શક્યું નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે 99 લાખ લોકો આ કોન્સર્ટની રાહ જોઈ રહ્યા છે. મતલબ કે 99 લાખ લોકો આ ટિકિટની રાહ જોઈ રહ્યા છે, તે પણ જ્યારે આ કાર્યક્રમની ટિકિટ 10 લાખ રૂપિયા છે.