અણુબોમ્બના નામે બ્લેકમેઇલિંગ સહન નહીં કરીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગુ સંબોધનઃ પાકિસ્તાનના છોતરાં કાઢી નાખ્યા
આ 3 મુદ્દા મહત્ત્વના
- ભારત ઉપર ફરી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપશું અને એ પણ આપણી શરતે
- ભારત હવે ન્યુક્લિયર બ્લેકમેઈલિંગ સહન નહીં કરે અને સીધો પ્રહાર કરશે
- આતંકીઓની સમર્થક સરકાર અને 3 આતંકીઓના આકાને એક જ નજરે જોશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને પાકિસ્તાનના સોમવારે રાત્રે ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રજોગ પ્રવચન છોતરાં કાઢી નાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે અણુબોમ્બના નામે હવે ભારત બ્લેકમેઇલિંગ સહન નહીં કરે. ભારતે ઓપરેશન સિંદૂર અત્યારે માત્ર સ્થગિત કર્યું છે અને આતંકવાદના જડમૂળ સુધી તેની કાર્યવાહી ચાલું જ રહેશે. ભારતે પાકિસ્તાનની છાતી ઉપર હુમલો કર્યો છે અને ત્રણ દિવસમાં જ તેને તબાહ કરી નાખ્યું છે તેમ જણાવતાં નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે ભારતીય સેનાએ બહાવલપુર અને મંદિરકેમાં સ્થપાયેલી ગ્લોબલ ટેરેરિઝમ યુનિવર્સિટીનો સફાયો બોલાવી દીધો છે અને વિશ્વને પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે માત્ર આતંકવાદ અને પીઓકે ઉપર જ વાતચીત થશે.
નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં ઓપરેશન સિંદૂર સફળ રીતે પાર પાડનાર ભારતીય સેનાને સેલ્યુટ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર દેશ અને દુનિયાએ ભારતનું શોષ અને સંયમ જોયો છે. આ દિવસો દરમિયાન આતંકવાદનો બિભત્સ ચેહરો જોવા મળ્યો હતો અને આ પછી સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. આજે આતંકવાદીઓ જાણી ગયા છે કે બહેનો-દીકરીઓના સિંદૂર ભૂંસવાનો શું અંજામ હોઈ શકે છે ? આતંકવાદીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેના આવા હાલ થશે. ભારતના આ આકરાં પ્રહારથી પાકિસ્તાનમાં હતાશા અને નિરાશાનું વાતાવરણ છે. પાકિસ્તાને આતંકવાદીઓનો સફાયો કરવાને બદલે ભારત ઉપર હુમલો કરવાની કુચેષ્ટા કરી અને આપણા સ્કૂલ-કોલેજ, પર, મંદિર અને ગુરુદ્વારાને ટાર્ગેટ કર્યો હતા. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને જે પ્રહાર કર્યો તેનું પરિણામ વિશ્વએ જોયું છે. પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ તણખલાની
જેમ ઉડી ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના આ પ્રહારથી બચવા માટે પાકિસ્તાન રસ્તા શોધવા લાગ્યું હતું અને મજબૂર થઈને ૧૦ તારીખે બપોરે ભારતના ડીજીએમઓને ફોન કરી કરી હતી. હું સ્પષ્ટ કહેવા માંગું છું કે આપણે અત્યારે ઓપરેશન સિંદૂર માત્ર સ્થગિત જ કર્યું છે. ભવિષ્યમાં તેના વલણ ઉપર જરૂરી નિર્ણર્યો લેવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે અત્યારે યુદ્ધનો યુગ નથી પરંતુ આતંકવાદનો યુગ પણ નથી. ભારત સ્પષ્ટ માને છે કે ટેરર અને ટોક એક સાથે ન થઈ શકે. ટેરર અને ટ્રેડ પણ એક સાથે ન થઈ શકે. પાણી અને લોહી એક સાથે વહી પણ ન શકે. એ સ્પષ્ટ છે કે શાંતિનો માર્ગ શક્તિથી જ મળે છે અને ભારત પોતાની શક્તિથી આતંકવાદનો સફાયો કરી રહ્યું છે.