બિલ જનરેટ કરવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન માટે થોડા સમય વિકલ્પ અપાઇ
જીએસટીમાં ઇ વે બિલ જનરેટ કરવામાં વેપારીઓને રાહત અપાઈ છે જેમાં ઇ વે બિલ જનરેટ કરવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન માટે નોંધણી કરાવી નથી તેમને જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા ટૂંકાગાળાની રાહત અપાય છે.
હાલમાં 2 એફને વિકલ્પ તરીકે અપનાવવામાં આવ્યું છે જેથી કરદાતાઓ તેના વિના ઇ વે બિલ જનરેટ કરી શકે, જોકે ટૂંક સમયમાં તેને ફરજિયાત બનાવવામાં આવશે તેમ પણ ડિપાર્ટમેન્ટ એ જણાવ્યું છે. પેલી ફેબ્રુઆરી 2025 થી પાંચ કરોડ રૂપિયાથી વધુ ટર્ન ઓવર ધરાવતા કરદાતાઓ માટે અને પેલી એપ્રિલ 2025 થી અન્ય તમામ કરદાતાઓ માટે અમલી બન્યું હતું જેમાં હાલમાં રાહત આપવામાં આવી છે.
ઇ વે બિલ અગત્યનું ગણાય છે 50,000 થી વધુ કિંમતનો માલ ઇ વે બિલ જનરેટ કર્યા વિના પરિવહન કરી શકાતો નથી. જો આ બિલ જનરેટ કર્યું ન હોય તો જીએસટી ના અધિકારીઓ માલ અને વાહન બંનેને જપ્ત કરી શકે છે.