કાશ્મીરના પહેલગામમાં હુમલાને પગલે રાજકોટના પ્રવાસીઓ ચિંતામાં : બુકીંગ કેન્સલ કરાવવા દોડધામ
આંતકવાદી હુમલાનાં લઈ ટૂરિસ્ટો અને ટ્રાવેલ એજન્ટો ટેન્શનમાં
પરિવારજનોની સલામતીને લઈ ને ભયભીત
કાશ્મીર ગયેલાં રાજકોટવાસીઓનાં પરિવારજનો ભયભીત થઈ ગયા છે.પહેલગામમાં થયેલાં આતંકવાદી હુમલાને પગલે કાશ્મીર ફરવા ગયેલા ટુરિસ્ટોમાં ભય ફેલાય ગયો છે.જ્યારે બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી વેકેશનની રજા માણવા ગયેલાં સભ્યોના પરિવારજનોમાં ડર બેસી ગયો છે.
સમર સીઝનમાં સૌરાષ્ટ્રમાંથી 50 ટકાથી વધુ બુકીંગ કાશ્મીર માટે છે : દિલીપ મસરાણી
આગામી દિવસોમાં 10 જૂન સુધી ઉનાળાના વેકેશનમાં રાજકોટ તેમજ ગુજરાતભરમાંથી 50% થી વધુ ટુરીસ્ટોએ કાશ્મીર માટે બુકીંગ કરાવ્યું હતું.ટ્રાફીના દિલીપ મસરાણીએ “વોઇસ ઓફ ડે” ની વાતચીતમાં જણાવ્યું હતું કે,સમર સીઝનમાં આ વર્ષે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન કાશ્મીર રહ્યું છે.જેના કારણએ 10 જૂન સુધી આ સેકટરમાં ભરચકક ટ્રાફિક હોવાથી હવે આ ત્રાસવાદી હુમલાએ પ્રવાસીઓને હચમચાવી નાંખ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પ્રવાસીઓ જે આ સપ્તાહે ફરવા જવાનાં છે તેઓએ ટ્રાવેલ ઓપરેટરોને ફોન ધણઘણાવ્યાં છે કે અમારી ટ્રીપ કેન્સલ કરવી છે.અત્યારે વેકેશન શરૂ થયું છે અને સીઝનના પ્રારંભે બેંગકોક આવેલા ભૂકંપ બાદ હવે કાશ્મીરમાં આંતકવાદી હુમલાના પગલે લોકો પણ ચિંતામાં આવી ગયા છે.