બાંગ્લાદેશમાં આદૂ વેચવા જતાં રાજકોટના વેપારીએ 21 લાખ ગુમાવ્યા : 100 ટન આદૂ બારોબાર વેચી પૈસા ઓળવી જતા ફરિયાદ
રાજકોટના રામધણ પાછળ શ્રીનાથજી પાર્ક શેરી નં.1માં રહેતા અને શ્રીલંકા, બાંગ્લાદેશ, દુબઈ, યુકે, યુએસ સહિતના દેશોમાં શાકભાજી-ફળને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરવાનો વ્યવસાય કરતા વેપારી બાંગ્લાદેશમાં આદૂ વેચવા જતાં 21 લાખની છેતરપિંડીનો ભોગ બનતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ફેનિલ વિનોદભાઈ બારસીયાએ નોંધશવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના નામપુર ગયા ત્યારે ત્યાંથી રાહુલ ઠાકુર કે જેને ફેનિલ ઓળખતો હોય તેને બાંગ્લાદેશમાં શાકભાજીનો ધંધો કરવા માટે કહ્યું હતું. આ પછી રાહુલે અભિષેક રોય નામના શખસનો નંબર આપ્યો હતો જેના સાથે વાતચીત કરતા અભિષેકે ફેનિલને કહ્યું હતું કે બાંગ્લાદેશમાં બે વેપારીને 50-50 ટન આદૂનો ઓર્ડર છે. આ ઓર્ડર લેવો હોય તો અભિષેક ફેનિલને લેટર ઓફ ક્રેડિટ અપાવશે તેવી વાતચીત કરી હતી.
આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ કેસ: આરોપી ડોક્ટર ઉમરના મિત્ર સજજાદની ધરપકડ બાદ પૂછપરછ,ગૃહ મંત્રાલય દ્વારા તપાસ NIAને સોંપાઈ
ત્યારબાદ ફેનિલ અને અભિષેક કર્ણાટકના હસન ખાતે મળ્યા હતા ત્યાંથી આદુ ખરીદી બાંગ્લાદેશ મોકલવાનું કહ્યું હતું. ત્યારબાદ ફેનિલે અભિષેકને કટકે કટકે 21 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ બાંગ્લાદેશ બોર્ડર પર સાત દિવસથી ક્લિયરન્સ ન થતા ટ્રકના ડ્રાઈવરને ફોન કરીને માલ ખાલી કરી નાખવાનું કહેતા એવો ખુલાસો થયો હતો કે અભિષેકે અગાઉ જ માલ ખાલી કરાવી નાખ્યો છે. ત્યારબાદ અભિષેક સાથે ફોન પર વાતચીત થતાં તેણે આદૂનો જથ્થો બારોબાર વેચી નાખ્યો હોવાનું કહી 10 ઓગસ્ટ-2025 સુધીમાં પૈસા આપશે તેવું કહ્યું હતું પરંતુ હજુ સુધી પૈસા ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
