રાજકોટ : TRP અગ્નિકાંડ બાદ મનપાના TP શાખાની કામગીરી પડી ઠંડી, એક વર્ષમાં બાંધકામ માટેની અધધ અરજી પેન્ડીંગ
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ખાસ કરીને મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાનું કામ ખોરંભે ચડી ગયું હોય તેવી રીતે બાંધકામ પ્લાન ઈનવર્ડ થયા બાદ તેને મંજૂરી આપવામાં અભિમન્યુના સાત કોઠા વિંધવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ હોય આ મુદ્દે રાજકોટથી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી.
વળી, એક વર્ષની અંદર ટાઉન પ્લાનિંગ શાખાએ શું ‘મોથ’ મારી તે બાબતે ભાજપના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ દ્વારા જનરલ બોર્ડ મારફતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં જણાવ્યા પ્રમાણે ટાઉન પ્લાનિંગ શાખા પાસે એક વર્ષમાં બાંધકામ માટે ૬૬૫૭ અરજી આવી હોવાનું અને તેમાંથી ૪૮૨૩ને મંજૂરી આપવામાં આવી હોવાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું.
ઝોનવાઈઝ વાત કરવામાં આવે તો વેસ્ટઝોનમાં તા.૧-૪-૨૦૨૪થી તા.૩૦-૨૦૨૪ દરમિયાન ૫૦૧ પ્લાન ઈનવર્ડ થયા તેમાંથી ૩૭૬ને મંજૂરી અપાઈ હતી. આ જ રીતે તા.૧-૭-૨૦૨૪થી તા.૩૦-૯-૨૦૨૫ દરમિયાન ૪૭૯માંથી ૩૭૫ પ્લાન, ૧-૧૦-૨૦૨૪થી ૩૧-૧૨-૨૦૨૪ સુધી ૭૪૮માંથી ૪૮૦, ૧-૧-૨૦૨૫થી ૧૦-૩-૨૦૨૫ સુધીમાં ૬૯૦માંથી ૪૮૦ પ્લાન મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે. આ રીતે વેસ્ટ ઝોનમાં કુલ ૨૪૧૮માંથી ૧૮૩૭ પ્લાન મંજૂર કરાયા હતા તો પર હાલ પેન્ડીંગ છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં કુલ ૧૨૯૫ પ્લાન ઈનવર્ડ થયા જેમાંથી ૮૮૩ને મંજૂરી અપાઈ તો ૪૯ હાલ પેન્ડીંગ છે જ્યારે ઈસ્ટ ઝોનમાં કુલ ૨૯૪૪ પ્લાન ઈનવર્ડ થયા તેમાંથી ર૧૦૩ને મંજૂરી અપાઈ છે તો ૨૨૫ હાલ પેન્ડીંગ છે. DEL
બિલ્ડિંગ યુઝ પરમીશન મતલબ કે ભોગવટા પરવાનગીની વાત કરવામાં આવે તો વેસ્ટ ઝોનમાં તા.૧-૪-૨૦૨૪થી તા.૧૦-૩-૨૦૨૫ દરમિયાન કુલ ૧૨૯૮ અરજી ઈનવર્ડ થઈ તેમાંથી ૧૨૯૪ને મંજૂરી, સેન્ટ્રલ ઝોનમાં ૭૧૩માંથી ૭૧૩ અને ઈસ્ટ ઝોનમાં ૧૬૨૦માંથી ૧૬૨૦ ઈનવર્ડ અરજીને મંજૂરી આપવામાં આવી હતી.
શહેરમાં ૨૫ મીટરથી વધુ ઉંચાઈના બાંધકામ માટે તા.૧-૪-૨૦૨૪થી તા.૧૦-૩-૨૦૨૪ સુધી કુલ ૨૪ પ્લાન ઈનવર્ડ થયા તેમાંથી છને મંજૂરી આપવામાં આવી હતી, ત્રણ મંજૂરી પ્રક્રિયામાં, બે નામંજૂર કરવામાં આવી હતી. કુલ ૨૫માંથી બીયુ માટેનો એક પ્લાન મંજૂર રખાયો તો ૨૩ હાલ પેન્ડીંગ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.