રાજકોટ : ચિઠ્ઠીમાં ‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ, હેપ્પી એનીવર્સરી’ લખી યુવકે જિંદગી ટૂંકાવી લીધી
શહેરના ગુરુપ્રસાદ ચોક નજીક આવેલી ભોલેનાથ સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવકે ચિઠ્ઠીમાં ‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ, હેપ્પી એનીવર્સરી’ લખી ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.
મળતી વિગતો મુજબ, ગુરૂપ્રસાદ ચોકથી આગળ ડાલીબાઇ છાત્રાલય સામે ભોલેનાથ સોસાયટીમાં રહેતાં કરણ મુકેશભાઇ પતરીયા (ઉ.વ.૨૪) નામના યુવાને ઘર નજીક બકાલુ ભરવા માટે રાખેલી ભાડે રૂમમાં પંખામાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. કૌટુંબિક ભાઈ રૂમ પર જતા જ યુવકનો લટકતો મૃતદેહ જોઈ દેકારો મચાવી દીધો હતો. જે બાદ કોઈએ ૧૦૮ ને જાણ કરતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે મૂર્તદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં, યુવકના ખિસ્સામાંથી એક ચીઠ્ઠી મળી હતી જેમાં ‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ, હેપ્પી એનીવર્સરી’ લખ્યું હતું. ત્યારે મૃતક કરણ શાકભાજીનો ધંધો કરતો હતો. તે બે બહેનમાં એકનો એક ભાઈ હતો એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતાં. પત્નિનું નામ રશ્મી છે. કરણના માતા ગાયત્રીબેન અને પત્નિ પણ કારખાને કામે ગયા હતાં. ત્યારે આ પગલું ભર્યું હતું. તેની એનીવર્સરી ગત ૧૮ ફેબ્રુઆરીના હતી.