યુદ્ધવિરામમાં અમેરિકી ભૂમિકાના ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો : વિદેશ મંત્રાલયે કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામમાં અમેરિકાની મધ્યસ્થી હોવાના ટ્રમ્પ અને તેમના મંત્રીમંડળના સભ્યોના દાવાને ભારતે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો હતો. ભારતના વિદેશ મંત્રાલયે આપેલા સતાવાર નિવેદનમાં યુદ્ધ વિરામ વાર્તાલાપ દરમિયાન વ્યાપાર સંબંધી કોઈ ઉલ્લેખ ન થયો હોવાની પણ સ્પષ્ટ કરવામાં રવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો હોવાનો દાવો ટ્રમ્પે એક ટ્રીટ દ્વારા કર્યો હતો. એ પછી તેઓ સતત એ દાવાને દોહરાવતા રહ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ બંને દેશના નેતાઓ સાથેની લાંબી મંત્રના બાદ યુદ્ધવિરામ થયું હોવાનો દાવો કર્યો હતો.
જો કે ભારતે એ દાવાઓ નકાર્યા છે. વિદેશ મંત્રાલયે છ મદ્દે સ્પષ્ટતા કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે યુદ્ધવિરામ કરાર ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર્સ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે સીધા સૈન્ય-થી-સૈન્ય ચેનલો દ્વારા થયો હતો. આ નિવેદન ટ્રમ્પના વોશિગ્ટન દ્વારા મધ્યસ્થી કરાયેલી “લાંબી રાત”ની વાટાઘાટોના દાવા અને રુબિયોના દાવાને નકારે છે કે કરાર બંને રાજધાનીઓમાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની વાતચીત બાદ થયો હતો.
વિદશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કાશ્મીર મુદ્દે દરમિયાનગિરી કરવાની ટ્રંપની ઓફર પણ નકારી કાઢી હતી અને આ મુદ્દો દ્વિપક્ષીય જ હોવાના ભારતના વલણનો પુનરોચાર કર્યો હતો. પહેલગામ હુમલા પછી ભારતે કરેલી કાર્યવાહી આત્મા રક્ષણનો અધિકાર હતો એવું વિશ્વના અનેક દેશોએ સ્વીકાર્યું હોવાનું પણ જયસ્વાલે જણાવ્યું હતું.
પરમાણુ ઘર્ષણની સંભાવના અને ચર્ચામાં વ્યાપાર ઉલ્લેખ નકાર્યા
ટ્રમ્પે બન્ને દેશ પરમાણુ શક્તિ ધરાવતા હોવાથી શત્રુતા વધી હોત તો લાખો લોકો મરી શક્યા હોત તેવી વાત કરી હતી તેના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલ એ જણાવ્યું કે ભારતે પરંપરાગત પદ્ધતિ એ જ સૈન્ય પ્રતિસાદ આપ્યો હતો. સાથે જ ઓપરેશન સિદૂર દરમિયાન અમેરિકા સાથે વેપાર પર કોઈ ચર્ચા થઈ જ ન હોવાનું ઉમેર્યું હતું.