“હું પોલીસના ત્રાસથી દવા પીઉ છું” વીડિયો બનાવી પ્રૌઢે ઝેર ગટગટાવ્યું..! પોલીસકર્મી ધમકી આપતા હોવાના આક્ષેપ
રાજકોટ શહેરના છેવાડે આવેલ મેટોડા જીઆઈડીસીમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય પ્રોઢે “હું પોલીસના ત્રાસથી દવા પીઉ છું” તેવો વિડીયો બનાવી ઝેર ગટગટાવી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. અહીં તેઓએ આક્ષેપો કર્યા હતા કે, મેટોડા પોલીસ મથકના એક પોલીસકર્મીના ત્રાસથી કંટાળી આ પગલુંભર્યું છે.
મળતી વિગતો અનુસાર, મેટોડ અંજલિ પાર્કમાં રહેતા કાંતિભાઈ અરજણભાઈ દાફડા (ઉં.વ.54 ) નામના પ્રૌઢે સોમવારે વહેલી સવારે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા તેઓને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેઓએ મેટોડા પોલીસ મથકના એક પોલીસકર્મી વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2024માં મેટોડામાં નીલકમલ પાસે જુગાર રમતા અમુક આરોપીને પોલીસે પકડાયા હોય ત્યારે તેઓ અહીં પોતાની રીક્ષા લઈને નીકળતા પોલીસે આરોપીઓને બેસાડવા રિક્ષાની ચાવી માંગી હતી. અને જે બાદ રીક્ષા લઈ મોટોડા પોલીસ મથકે પહોંચતા પોલીસે રીક્ષા પરત આપવાને બદલે ગેરવર્તન કર્યું હતું. તેમનો પુત્ર રીક્ષા છોડાવા જતા ટેબલ જામીન કરાવ્યા રીક્ષા જોતા તેમાં ખૂબ નુકશાન હોય જે અંગે પોલીસને જાણ કરી પણ કોઈએ કં યોગ્ય જવાબ આપ્યો ન હતો.
આ ઘટના અંગે એસપી કચેરીમાં અરજી કરતા પોલીસ કર્મીઓ તરફથી ઘમકીઓ મળી તેમજ બીજા થકી ધમકીઓ મળી. અજાણ્યા નંબરો પરથી ફોન આવ્યા. કાંતિભાઈએ બે પોલીસ કર્મીઓ સામે આક્ષેપ કર્યા છે કે, તેઓને ફોનમાં ધમકી મળતી એટલે તે મેટોડા પોલીસે ફરિયાદ લખાવા ગયા ત્યારે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી કંટાળી તેઓએ આ પગલું ભર્યું હતું.