યુપીના મેરઠમાં મકાન પડતાં કેટલાના મોત થયા ? જુઓ
ઉત્તર પ્રદેશના મેરઠમાં શનિવારે મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં ત્રણ માળનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં ઘણાં લોકો દટાયા હોવાની આશંકા હતી. ત્યારબાદ રવિવારે એવા અહેવાલો આવ્યા હતા કે 10 લોકોના મૃત્યુ થયા છે. 11 થી વધુ ઘાયલ થયા હતા.
ઈમારત ધરાશાયી થવાના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ દુર્ઘટનામાં કાટમાળમાંથી 9 મૃતદેહો કાઢી શકાયા હતા. . જેમાં એક બાળકી પણ સામેલ છે. લગભગ 11 લોકોને કાટમાળથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
મેરઠમાં આ ઘર ધરાશાયી થવાની દુર્ઘટના અંગે ડીએમ દીપક મીણાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું કે કાટમાળના ઢગલામાંથી એક મહિલા અને એક બાળક સહિત કુલ 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ઈમારતમાં 20ની આસપાસ લોકો ફસાયા હતા. 10 લોકોના લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 11 લોકોને બહાર કાઢી લઈને હોસ્પિટલ ખસેડાયા છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે અનેક પશુઓના મોત પણ થયા છે.
વધારે પડતાં સતત વરસાદને કારણે લોહિયા નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતી જાકીર કોલોનીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં જર્જરિત હાલતમાં આ મકાન ધરાશાયી થઇ ગયું. કાટમાળમાં લોકોને શોધવા માટે હજુ પ્રયાસો ચાલી રહ્યા છે. માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.