કાર્તિક આર્યનને મળવા જતી હિના ખાનનો પગ લપસ્યો…કાર્તિકે કર્યું કંઈક આવું કે ફેન્સ થયા ખુશખુશાલ
ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. આજે એટલે કે 2જી ઓક્ટોબરે હિના ખાન તેનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ દરમિયાન હિના ખાને મનીષ મલ્હોત્રાની ઈવેન્ટમાં પોતાનો ચાર્મ બતાવ્યો હતો. હિના ખાનની ઘણી બધી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં હિના ખાન હેવી સૂટમાં રેમ્પ પર પોતાનો જાદુ બતાવી રહી છે, પરંતુ રેમ્પ પર હિના ખાન સાથે એક અકસ્માત થાય છે આ પ્રસંગે કાર્તિક આર્યન હિના ખાનને સંભાળતો જોવા મળી રહ્યો છે.
હિના ખાને ગઈ કાલે મનીષ મલ્હોત્રાના ઇવેન્ટમાં રેમ્પ વૉક પણ કર્યું હતું, જ્યાં તે ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મનીષ મલ્હોત્રાની આ ઈવેન્ટમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી જેવા ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. હાલમાં જ હિના ખાનની ઈવેન્ટ સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લપસી હતી ત્યારે કાર્તિક આર્યને તેને સંભાળી હતી.
હિના ખાનનો આ વીડિયો પિંકવિલાએ તેના યુટ્યુબ શોર્ટ્સ પર શેર કર્યો હતો, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. હિના ખાનનો વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયોમાં જોવા મળ્યું હતું કે હિના ખાન તાહિરા કશ્યપ અને કાર્તિક આર્યનને મળવા આવે છે. જેવી તે કાર્તિક આર્યનને ગળે લગાડવા આગળ વધે છે, એક્ટ્રેસનો પગ લપસી જાય છે અને તે સીધી કાર્તિક આર્યનના હાથમાં આવી જાય છે. બાદમાં કાર્તિક આર્યન પણ હિના ખાનને પૂછતો જોવા મળ્યો કે તે ઠીક છે કે નહીં.
હિના ખાનનો આ વિડીયો જોઈને એક યુઝરે લખ્યું કે, ક્યાં લમહાં થા યાર. અન્ય એક યુઝરે લખ્યું, “હિના, અમને તારા પર ગર્વ છે, જલ્દી સ્વસ્થ થાઓ.” તમને જણાવી દઈએ કે આ પહેલા પણ હિના ખાને બ્રેસ્ટ કેન્સર હોવા છતાં રેમ્પ વોક કર્યું હતું. તેણે દુલ્હન તરીકે રેમ્પ પર કરીને ફેન્સના દિલ જીતી લીધા હતા.